અદાણી ગ્રુપની કંપનીમાં 43, 500 કરોડનું રોકાણ કર્યુ છે. જેના કારણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો નોંધાયો છે. NSDLએ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના અકાઉન્ટ ફ્રીઝ કર્યા છે. ડિપોઝિટરીની વેબસાઈટ અનુસાર આ અકાઉન્ટ 31 મે અથવા તેની પહેલા જ ફ્રિજ કરી દેવાયા છે.
અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર 15 ટકા તુટી 1361.25 રુપિયા પર પહોંચી ગયા છે. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોન 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તુટ્યુ.
એક અખબારના જણાવ્યાનુંસાર અહીં ઓનરશિપ અંગે પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. અકાઉન્ટ ફ્રીઝ થવાનો મતલબ એ છે કે આ ફંડ ન તો પોતાના ખાતના શેર વેચી શકશે અને ન તો નવા શેર ખરીદી શકશે. વિદેશી રોકાણકારોને હેન્ડલ કરનારા ડિપોજિટરીએ કહ્યુ કે મની લોન્ડ્રિંગ રોધી કાયદાને (PMLA) અંતર્ગત આ અકાઉન્ટથી ફાયદો ઉઠાવનારા ઓનરશીપ અંગેની પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.
અત્યાર સુધી આ અંગે અદાણી ગુપ તરફથી કોઈ નિવેદન આપ્યું નથી. આ 3 ફંડ મોરીશસના છે અને સેબીમાં તેમને વિદેશી પોર્ટફોલિયો રોકાણના રુપમાં રજિસ્ટર્ડ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.