અદાણીને મળી શકે 30,000 કરોડનો જેવરમાં બની રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ને જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણ અને સંચાલનનો કોન્ટ્રાક્ટ મળી શકે છે. અડાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ તે ચાર કંપનીઓમાંથી એક છે જે ગ્રેટક નોઇડામાં બની રહેલા 30,000 કરોડ રૂપિયાના જેવર એરપોર્ટના પ્રોજેક્ટને હાંસલ કરવાની દોડમાં સામેલ છે.

 અંતિમ ચાર કંપનીઓમાં અદાણી ઉપરાંત ફેયરફેક્સ હોલ્ડિંગ્સ અને જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સામેલ છે. આ વર્ષે જ ફેબ્રુઆરીમાં ગૌતમ અદાણીની કંપની સરકાર તરફથી ખાનગીકરણ કરવામાં આવેલા 6 સરકારી એરપોર્ટનું સંચાલન પ્રાપ્ત કરવામાં સફળ રહી હતી. વર્તમાનમાં અદાણી ગ્રુપ, જીએમઆર અને જીવીકે સમૂહ બાદ એરપોર્ટનું સંચાલન કરનાર ત્રીજા સૌથી મોટા પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર છે.

આ ચાર કંપનીઓએ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NIAL) ની તરફથી બિડીંગ પ્રોસેસ માટે નક્કી કરવામાં આવેલ ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ શરતોને પૂર્ણ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.