અદાણીએ વધાર્યા સીએનજીના ભાવમાં મહિનામાં બીજી વખત ભાવ વધારો કર્યો છે.
કંપનીએ આ ભાવવધારો અમદાવાદ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, બરવાળા અને નવસારી વિસ્તારમાં લાગૂ કરવામાં આવશે. એક જ મહિનામાં બીજી વખત કરાયેલા ભાવવધારાથી ગ્રાહકો નારાજ થઈ રહ્યા છે અને સાથે જ તેમની મુશ્કેલી પણ વધી રહી છે.
અમદાવાદમાં સીએનજીના ભાવમાં કિલોએ 95 પૈસાનો વધારો કર્યો છે. અત્યાર સુધી તે 53.67 રૂપિયે કિલો મળતા હતા પરંતુ હવે સીએનજીનો નવો ભાવ હવે 54.62 રૂપિયે કિલો થઈ ગયો છે. ખેડા, સુરેન્દ્રનગર, બાવળા અને નવસારીમાં કંપનીએ સીએનજીનો ભાવ 53.51 રૂપિયાથી વધારીને 54.46 રૂપિયા કરી દીધો છે.
અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, બરવાળા, ખેડા અને નવસારીમાં પણ સીએનજીનો ભાવમાં વધારો કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અદાણીએ CNGમાં કિલોદીઠ 95 પૈસાનો વધારો કર્યો છે. અદાણી CNGનો ભાવ વધીને રૂ. 54.62 થયો છે. આ પહેલાં પણ 30 જાન્યુઆરીના CNGમાં રૂ.1નો ભાવવધારો કંપનીએ કર્યો હતો. આ સાથે PNGના ભાવમાં કિલોદીઠ રૂ. 1.29નો વધારો કંપનીએ કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવની સાથે આ વધારો લોકોને માટે મુશ્કેલી વધારનારો સાબિત થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.