એશિયાના સૌથી મોટા ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીના ગ્રુપે પોતાના પાર્ટનર ગેડોટની સાથે મળીને ઇઝરાયલના હાઇફા પોર્ટની ખાનગીકરણની બીડ જીતી લીધી છે. મળતા અહેવાલ મુજબ પોર્ટમાં 70 ટકા ભાગીદારી અદાણી પોર્ટ પાસે રહેશે અને જયારે બાકીના 30 ટકા હિસ્સો ગેડોટની પાસે હશે. ગૈડોટ ઇઝરાયલમાં કેમિકલ અને લોજિસ્ટિક્સનું મોટું ગ્રુપ છે.મેડિટરેનિયન કોસ્ટ પર આવેલું હાઇફા પોર્ટ ઇઝરાયલનું એક મેજર ટ્રેડ હબ છે.
અદાણીએ ઈઝરાયેલના ગેડોટ સાથે મળીને આ બિડ માટે 4.1 બિલિયન શેકેલ (રૂ. 94 અબજ રૂપિયા)ની બોલી લગાવી હતી. એકસાથે, આ બે કંપનીઓએ અન્ય બિડર્સ, DAO, ઇઝરાયેલ શિપયાર્ડ અને શફિર એન્જિનિયરિંગને પાછળ રાખી દીધા અને અદાણી ગ્રુપ અને ગેડોટ આગામી 32 વર્ષ એટલે કે 2054 સુધી આ પોર્ટનું સંચાલન કરશે.
ઇઝરાયલનું સૌથી મોટું પોર્ટ અશદોદ છે જયારે હાઇફા બીજા નંબર પર છે અને વર્ષ 2021માં ઇઝરાયલમાં બધા કંટેનર કાર્ગોનો લગભગ 47 ટકા હિસ્સો હાઇફા બંદરથી પસાર થયો હતો.
અદાણી-ગેડોટ ટીમે ગયા વર્ષે ખોલવામાં આવેલા નવા પોર્ટથી સ્પર્ધાનો સામનો કરશે પડશે. તે શાંઘાઈ ઈન્ટરનેશનલ પોર્ટ ગ્રુપ (SIPG) દ્વારા સંચાલિત છે અને નિષ્ણાતો એમ માને છે કે ઇઝરાયેલની આયાત-નિકાસ મોટાભાગે દરિયાઇ માર્ગ પર નિર્ભર છે, તેથી બંને બંદરો નફાકારક રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.