એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સામે ભ્રષ્ટાચારના આરોપો પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હવે તેમની સામે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે અને જેમાં EDએ મંગળવારે મનીષ સિસોદિયા વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. નવી એક્સાઈઝ પોલિસીમાં થયેલા કૌભાંડના સંદર્ભમાં 19 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. દરોડા પછી EDએ સીબીઆઈ પાસેથી સિસોદિયા કેસની ફાઈલ લઈ લીધી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ED ટૂંક સમયમાં મનીષ સિસોદિયાના કેસમાં પણ દાખલ થઈ શકે છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મનીષ સિસોદિયા સાથે સંબંધિત દસ્તાવેજો EDને સોંપ્યા બાદ જ CBI કેસ નોંધવાની તૈયારી કરી રહી હતી. તમને જણાવી દઈએ કે, શુક્રવારે CBIએ દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં ગેરરીતિઓને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. આ કેસના સંબંધમાં નોંધાયેલી CBI FIRમાં 15 નામોની યાદીમાં સિસોદિયા પણ એક નામ હતું.
સીબીઆઈએ મનીષ સિસોદિયાના ઘર તેમજ સાત રાજ્યો દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં 31 સ્થળોએ દરોડા પાડીને સર્ચ કર્યું હતું અને તેમાં દિલ્હી સરકારના IAS અધિકારી અને ભૂતપૂર્વ દિલ્હી એક્સાઇઝ કમિશનર આર ગોપી કૃષ્ણના ઠેકાણાનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, આ કેસમાં EDની કાર્યવાહી બાદ બીજેપી નેતા કપિલ મિશ્રાએ મનીષ સિસોદિયા પર ટોણો માર્યો છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, “ED મુબારક સિસોદિયા મિયાં.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.