બોટાદમાં પરિસ્થિતિ સારી રીતે જળવાય રહે તે હેતુથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે ફરમાવી હથિયાર બંધી

બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ તેમજ બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એમ.આર.પરમારે એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા અથવા જેના વડે શારીરિક ઈજા પહોંચાડી શકાય તેવું બીજું કોઈપણ સાધન લઈ જવા પર, અને કોઈપણ જાહેર જગ્યામાં સ્ફોટક પદાર્થો કે લોકોને શારીરિક નુકશાન કરે તેવા પદાર્થો સાથે લઈ જવા પર, પથ્થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્તુઓ સાથે લઈ જવા પર તથા એકઠા કરવા પર, તૈયાર કરવા પર પ્રતિબંધ મૂકાયો છે.

આ સિવાય સરઘસમાં સળગતા કાકડા અથવા સળગતી મશાલો લઈ જવા પર તેમજ વ્યક્તિ કે વ્યક્તિના જૂથ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ કે વ્યક્તિના શબ અથવા આકૃતિઓ કે પુતળા જાહેરમાં દેખાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમજ આ જાહેરનામાનો તા.8/03/2022 સુધી અમલ કરવાનો રહેશે. આ પ્રતિબંધક હુકમનો ભંગ કરનાર વ્યક્તિ દંડ અને શિક્ષાને પાત્ર થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.