ગુજરાતમાં રાત્રી કર્ફ્યુના સમયમાં વધારાની શક્યતા..

કોરોના ના વધતા જતા કેસ ને કારણે ગુજરાત સરકાર રાત્રી કર્ફ્યુ માં વધારો કરી શકે છે સામાજિક અને રાજકીય મેળાવડાઓ ઉપર અંકુશ ની સાથે વાઇબ્રન્ટ અને ઉતરાયણ ની ઉજવણી અંગે પણ સાંજે નિર્ણય લેવાશે આરોગ્યમંત્રી આજે સાંજે મીડિયાને સંબોધન કરશે અને અચાનક જ કોરોના ને કેસ માં ઉછળો થતા હવે રાજ્ય સરકાર એલર્ટ થઇ ગઈ છે અને નવી SOP બહાર પડી શકે છે દિલ્હી અને મહારાષ્ટ ની સરકારે પણ કડક નિયમો લાદી દીધા છે.

જોકે ગુજરાત સરકાર પણ 29 ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતા સરકાર દોડતી થઇ ગઈ છે સરકાર કેન્દ્ર અને આરોગ્ય વિભાગના સતત સંપર્ક માં છે અને આજે સાંજે વાઇબ્રન્ટ, કોરોના અને ઉતરાયણ માટે કોઈ મહત્વ નો નિર્ણય કરી શકે છે સરકારે લગ્ન સમારોહ અને અંતિમવિધિમાં લોકોની સંખ્યામાં તો ઘટાડોતો કરી જ દીધો છે આજે 5 વાગે આરોગ્યમંત્રી કરશે મોટી જાહેરાત તેઓ પ્રવર્તમાન સ્થિતી ને ધ્યાન માં રાખી કોરોના ની ગાઇડલાઇન ના કડક અમલ માટે જાહેરાત કરશે.

CM ભૂપેન્દ્ર પટેલે 29 ડિસેમ્બરના રોજ કોરોનાના કેસ, નિયંત્રણો, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ઉત્તરાયણ મામલે અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની કેબિનેટ બેઠકની અધ્યક્ષતામાં યોજાઈ હતી અને આ બેઠકમાં કોરોનાના કેસો, વેક્સિનેશન, નવી ગાઇડલાઈન, ઉત્તરાયણ અને વાઇબ્રન્ટ પર ચર્ચા કરવામાં આવી હતી.ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો બાદ સરકાર ચેતવણી બની ગઈ છે

જેથી કોરોનાની ગાઈડલાઈનનો કડક પાલન કરવાની સાંજે આરોગ્ય મંત્રી જાહેરાત કરી શકે છે.આ પહેલા રાજ્ય સરકારે 25મી ડિસેમ્બરથી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. આ નવી ગાઈડલાઈન 31મી ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.