હાલમાં સમગ્ર ગુજરાતમાં તીડનો ત્રાસ વધી ગયો છે અને ખેડૂતને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનથી આવેલા આ તીડ લોકોને બરબાદ કરી મુકે એ પહેલા સરકારને પણ પગલાં લેવાની ફરજ કરવામાં આવી છે. ખેડૂતોએ પણ ડીજે અને ઢોલ જેવા અનેક પ્રયોગોનો હાથ અજમાવી લીધો છે. જો કે હવે તીડનો ત્રાસ ઓછો થઈ ગયો છે.
તીડને ભગાડવા માટે ખેડૂતો દ્વારા બેફામ દવા છાંટવામાં આવી છે. પરંતુ એ દવા કેટલી જોખમી છે એનું જનતાને શું ભાન છે? તમારા જ જનજીવન પર એની કેટલી ઉંડી અસર પડશે એ કદાચ જ્ઞાન નહીં હોય. જો કે તેના પરચા પણ મળવા લાગ્યા છે. જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રકાશ પટેલને ઉલ્ટીઓ થવા લાગી હતી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
તીડના મારવા માટે વપરાવી દવા મેથેલીઓન ખુબ જ ઝેરી હોય છે કે જે લોકોને ભારે નુકશાન કરે છે. જનજીવન વેર વિખેર કરનારી આ દવા તીડને તો મારી નાખશે કે ભગાડી મુકશે પણ માણસના જીવનનું શું એ પણ મોટો સવાલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.