અઢળક ધનલાભ માટે ધનતેરસનાં દિવસે આ પાંચમાંથી કોઇપણ એક ઉપાય અજમાવો

વર્ષોથી આપણે ધનતેરસનાં (Dhanteras) દિવસે પૂજા અર્ચના કરીને આ તહેવાર ઉજવીએ છીએ. જેમાં લોકોની અલગ અલગ માન્યતાઓ છે. માન્યતાઓ તો એવી છે કે, ધનતેરસને ભગવાન ધનવંતરિનો તહેવાર કહેવાય છે. જે સમુદ્ર મંથન દરમ્યાન અમૃત કળશ લઇને પ્રગટ થયા હતા.

ધનતેરસના દિવસે ધનવંતરિ ભગવાનની પૂજા કરવાથી ઘરમાં સુખ-સ્મૃદ્ધિ આવે છે. સાથો સાથ વ્યક્તિનું સ્વાસ્થ્ય પણ શ્રેષ્ઠ રહે છે. ધનતેરસના આ પર્વને ખાસ બનાવા માટે તમે કેટલાંક સરળ ટોટકા પણ અપનાવી શકે છે. તેના પ્રયોગથી રાતોરાત તમારું કિસ્મત પલટાય જશે અને તમને ઇચ્છિત પરિણામ મળશે.

ધનતેરસના દિવસે સાંજ પડ્યા બાદ 13 દીવડા પ્રગટાવો. તેની સાથે 3 કોડીઓ મૂકો. પછી અડધી રાત બાદ આ કોડીઓ ઘરના કોઇ ખૂણામાં મૂકી દો. તેનાથી અચાનક તમને ખૂબ ધન લાભ થશે.

આ દિવસે 13 દિવડા ઘરની અંદર અને 13 ઘરની બહાર મૂકો. તેનાથી દરિદ્રતા અને અંધકાર દૂર થાય છે, જે માતા લક્ષ્મી અને ભગવાન કુબેરને તમારા ઘરમાં આવવાનું નિમંત્રણ આપશે. આ ઉપાયથી નકારાત્મક ઉર્જા પર દૂર થાય છે.

ધનતેરસના દિવસે તમારા પરિવારના સભ્યો માટે વસ્તુ કે ગિફ્ટ ખરીદો.આ દિવસે કયારેય પણ તમારા મિત્રો અને બીજા બહારના લોકો માટે વસ્તુ ના ખરીદો, કારણ કે આમ કરવાથી લક્ષ્મીજી તમારો સાથ છોડીને બીજાની પાસે જતા રહેશે.

ધનતેરસનો એક સૌથી અચૂક પદ્ધતિ એ છે કે આ દિવસે કોઇ કિન્નરને અવશ્ય દાન આપો અને તેનાથી એક કે બે રૂપિયાનો એક સિક્કો માંગી લો. જો કિન્નર તમને તે સિક્કો ખુસીથી આપે તો ખૂબ જ સારું રહે છે. અન્યથા તમે તેને કહી પણ શકો છો. કોઇ કિન્નર પાસેથી લીધેલ એ સિક્કાને તમારી તિજોરી કે પર્સમાં રાખો તેનાથી હંમેશ ધન રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.