આધાર કાર્ડ આજના સમયમાં એક જરૂરી ડોક્યૂમેન્ટ બન્યું છે અને સાથે તેનો અનેક કામમાં ઉપયોગ કરાય છે. UIDAIની તરફથી mAadhaarએપ જાહેર કરાયું છે જેની મદદથી તમે આધાર કાર્ડ સાથે જોડાયેલા 35 કામ જાતે જ તમારા મોબાઈલથી કરી શકશો.
UIDAI ટ્વિટમાં લખ્યું છે કે તમારા સ્માર્ટફોન પર 35થી વધારે આધાર સેવાઓ જેવી કે ડાઉનલોડ ઈ- આધાર, અપડેટ સ્ટેટસ, આધાર કેન્દ્રની માહિતી જોઈ શકાય છે. એન્ડ્રોઈડ યૂઝર્સ https://play.google.com/store/apps/details?id=in.gov.uidai.mAadhaarPlus&hl=en_IN આ લિંકથી mAadhaarએપને ડાઉનલોડ કરી શકે છે.
આ સિવાય આઈફોન યૂઝર્સ માટે પણ અલગ લિંક આપવામાં આવી છે. આ યૂઝર્સ https://apps.apple.com/in/app/maadhaar/id1435469474 આ લિંકથી mAadhaar એપને ડાઉનલોડ કરી શકે છે.
આ એપમાં તમને 12 અલગ અલગ ભાષાઓમાં સુવિધા મળે છે. તેમાં હિંદી, અંગ્રેજી સિવાય તમે આસામી, બંગાળી, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દુમાં પણ આ સુવિધા મેળવી શકો છો.
આ સિવાય આધાર લોકિંગ, બાયોમેટ્રિક લોકિંગ, અનલોકિંગ ટીઓટીપી જેનરેશન, પ્રોફાઈલ અપડેટના શેરિંગની સર્વિસ પણ મળે છે. E Aadhaar Card Download કરીને ફોનમાં રાખવાથી સુવિધા રહે છે. ઈ આઘાર કાર્ડની પીડીએફ ફાઈલ ખોલવા માટે તમારે 8 ડિજિટના પાસવર્ડની જરૂર રહે છે. તેના વિના તમે આ ફાઈલ ખોલી શકશો નહીં.
આધારની સાથે તમારી પર્સનલ ડિટેલ્સ જોડાયેલી હોય છે. તેની સુરક્ષા જરૂરી છે. એપમાં બાયોમેટ્રિક લોકિંગ સિસ્ટમને એક વાર ઈનેબલ કરી લેવાય તો તમે તેને અનલોક નહીં કરો ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.