આધાર ધારકો માટે કામના સમાચાર,2 જ મિનિટમાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વિશે જાણી શકશો

આજકાલ દરેક કામ માટે આધારનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં તમને જાણ હોવી જોઈએ કે તમારા આધારમાં તમારો કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે. તમારે ઘરનું કોઈ કામ કરવાનું હોય કે પછી બેંકથી જોડાયેલ કામ કરવાના હોય, બધી જગ્યાએ આધારની જરૂર પડે છે.

  • સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
  • ત્યારબાદ My Aadhar પર જાઓ અને અહીં તમને Aadhar Servicesનું ઓપ્શન જોવા મળશે.
  • Aadhar Services પર પહેલું જ ઓપ્શન Verify an Aadhar Number હશે. તેના પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે. જ્યાં તમારો આધાર નંબર અને કેપ્ચા નાંખો.
  • ત્યારબાદ પ્રોસીડ ટૂ વેરિફાઇ પર ક્લિક કરો.

જો તમારો નંબર પહેલાંથી જ રજિસ્ટર્ડ હશે તો-The Mobile you have entered already verified with our records. લખેલું આવશે. એટલે કે તમારો નંબર પહેલાંથી આધાર સાથે લિંક છે

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઇટ https://eaadhaar.uidai.gov.in પર જાઓ. એનરોલમેન્ટ આઇડી કે આધાર નંબરનો ઓપ્શન પસંદ કરો. એનરોલમેન્ટ આઇડી સિલેક્ટ કર્યો હશે તો આધારની ડિટેલ્સ ભરવી પડશે.

જેમ કે 28 અંકનો એનરોલમેન્ટ નંબર, પિન કોડ, નામ અને કેપ્ચા કોડ ભરો. આધારનો વિકલ્પ પસંદ કર્યો હશે તો 12 અંક આધાર નંબર અને બીજી જાણકારી ભરવી પડશે. આમ કર્યા બાદ આધારથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.