આધાર સાથે લિંક કરાવી લો તમારું LPG કનેક્શન,જાણો ઓનલાઈન પ્રોસેસના સરળ સ્ટેપ્સ

પીએમ ઉજ્જવલા યોજનાના આધારે ગેસ સિલિન્ડર પર સબ્સિડી મેળવવા માટે તમારું આધાર કાર્ડ આ યોજના સાથે લિંક હોવું જરૂરી છે. જો એવું નથી તો સબ્સિડીની રકમ તમારા ખાતામાં આવશે નહીં. આધાર કાર્ડની મદદથી એલપીજી સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવો જરૂરી છે અને સાથે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે.

ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલાં 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

  • સૌથી પહેલાં તમારે ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરવાની રહેશે.
  • હવે Subsidy Status અને Proceed પર ક્લિક કરો.
  • ત્યારબાદ Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરો. પછી Subsidy Not Received પર ક્લિક કરો.
  • તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG ID નોંધાવો.
  • ત્યારબાદ તેને વેરિફાય કરો અને સબ્મિટ કરી દો.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.