ગત મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના વેક્સિનેશનના મામલે મોટો નિર્ણય લેવાયો હતો, જે મુજબ આગામી તા. ૧ એપ્રિલથી વેક્સિનેશનની ૬૦ વર્ષની વયમર્યાદા ઘટાડીને ૪૫ વર્ષની કરાઈ છે એટલે હવે ૪૫ વર્ષના તમામ નાગરિકોને કોરોનાની વેક્સિન અપાશે. કોરોના વકરી રહ્યો હોઈ વેક્સિનેશનની ઝડપ વધારવાના આશયથી વયમર્યાદા ઘટાડી દેવાઈ છે.
પહેલાં તો તંત્રના સરવેમાં ૫૦ વર્ષ અને તેની ઉપરના તમામ લોકોને આવરી લેવાયા હતા. તંત્રના સિનિયર સિટીઝનના સરવે મુજબ સાત લાખથી વધુ સિનિયર સિટીઝનની યાદી તૈયારી કરાઈ હતી. તે દિવસથી મ્યુનિ. સત્તાવાળાઓએ દૈનિક ૩૦ હજાર લોકોનું વેક્સિનેશન કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.
ગઈ કાલે તો ૧૩,૨૫૦ પુરુષ અને ૧૧,૮૪૯ સ્ત્રી મળીને કુલ ૨૫,૦૯૯ નાગરિકોનું વેક્સિનેશન થતાં સત્તાવાળાઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. હવે તા. ૩૧ માર્ચથી સિનિયર સિટીઝનને વેક્સિનનો બીજો ડોઝ અપાશે.
આની સાથે સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટર, નર્સ સહિતનો પેરામેડિકલ સ્ટાફ વગેરે હેલ્થ વર્કર્સની શ્રેણીમાં આવતા હોઈ તેઓ લોકોના સીધા સંપર્કમાં કાયમ આવતા હોય છે. આવા હેલ્થ વર્ક્સનું ફટાફટ વેક્સિનેશન કરીને તેમનામાં કોરોના સામે લડત આપવા હર્ડ ઇમ્યુનિટી વિકસિત કરવા પર તંત્ર ખાસ ભાર મૂકી રહ્યું છે.
યુવાઓ પણ તેમને વેક્સિન મળે તે માટે ખાસ્સા ઉત્સુક બન્યા છે. વેક્સિનેશનથી કોઈ પણ ખાસ ગંભીર આડઅસર થતી નથી તેવું પુરવાર થતા યુવા વર્ગમાં પણ વેક્સિનેશનનો થનગનાટ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.