ડિજિટલ રીતે લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે, આધારને બનાવી દેવામાં આવ્યો છે સ્વૈચ્છીક

ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર એટલે લાઈફ સર્ટિફિકેટ મેળવવા માટે આધારને સ્વૈચ્છીક બનાવી દેવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલય તરફથી 18 માર્ચે આ સંબંધિત અધિસુચના જારી કરવામાં આવી છે.

નવા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ સોલ્યુસન એપ ‘સંદેશ’ અને કાર્યાલયોમાં હાજરી લગાવવા માટે આધાર ઓથેન્ટિકેશનને સ્વૈચ્છીક કરી દેવામાં આવ્યા છે.

પેન્શન લેવા માટે તેમના જીવિત હોવાનો પુરાવો આપવા માત્ર તેમણે લાંબી યાત્રા કરી પેન્શન વિતરણ કરતી એજન્સી સમક્ષ ઉપસ્થિત થવું પડતું હતું.

ડિજિટલ રીતે જીવન પ્રમાણપત્ર જારી કરવાની સુવિધા મળ્યા પછી પેંશનરોએ પોતે એજન્સી સમક્ષ ઉપસ્થિત રહેવાની આવશ્યકતાથી રાહત મળી ગઈ છે

હવે, જારી નવી અધિસુચના મુજબ આધારને ડિજિટલ જીવન પ્રેમપત્ર જારી કરવા માટે સ્વૈચ્છીક બનાવી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.