આધારને લગતી તમામ જાણકારીઓને અપડેટ કરવા માટે UIDAIએ mAadhaar એપ બનાવી છે જેના દ્વારા તમે 1 જ ક્લિક પર 35 જાણકારી મેળવી શકો છો.
આધાર કાર્ડ ફરીથી છપાવવા, એડ્રેસ અપડેટ કરવા, ઑફલાઇન ઇ-કેવાયસી, ક્યૂઆર કોડશૉ અથવા સ્કેન કરવા, આધાર વેરિફિકેશન, મેલ/ફીમેલ વેરિફિકેશન જેવી 35 સેવાઓનો લાભ mAadhaar એપ દ્વારા લઇ શકાય છે. તેના માટે બસ તમારી mAadhaar એપ ડાઉનલોડ કરવાની છે.
આ એપ દ્વારા સરકારી સુવિધાઓનો લાભ લઇ શકાય છે. આ એપનો હેતુ લોકોની તે પરેશાનીઓ દૂર કરવાનો છે જે તેમને વારંવાર આધાર કેન્દ્રના ધક્કા ખાવામાં થાય છે. ડિજિટલ ઇન્ડિયાના આ દૌરમાં મોટાભાગના કામ ઑનલાઇન જ કરવામાં આવે છે. આ ક્રમમાં આ mAadhaar એપ પણ બનાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.