સંચાલકો એ સરકારને આજે નિણૅય લેવાની ચેતવણી આપી છે નહીં લે તો આ તારીખથી શરૂ થશે કલાસ..

કોરોના હવે ગુજરાતમાં એકંદરે ના હોવા બરોબરની સ્થિતિમાં છે ત્યારે ધો.૧૨ની સ્કૂલો સરકારે શરૃ કર્યા બાદ છેલ્લા કેટલાક દિવસોથી સંચાલકો ધો.૯થી૧૧ની સ્કૂલો પણ શરૃ કરી દેવા ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે.અગાઉ સંચલાકોએ ગુરૃવારથી પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ આજે બુધવારે ઈદની રજાને પગલે સરકારની કેબિનેટ મીટિંગ ન મળી શકતા હવે આવતીકાલે મળે તેમ છે અને જેમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.પરંતુ આવતીકાલે પણ સરકારે ૯થી૧૧ની સ્કૂલો શરૃ કરવા નિર્ણય નહી લે તો સંચાલકો શનિવારથી શરૃ કરી દેશે.

ગુજરાત સરકારના કેબિનેટમંત્રીઓ મીટિંગ દર બુધવારે મળે છે ત્યારે આજે કેબિનેટ મીટિંગમાં સ્કૂલો રેગ્યુલર શરૃ કરવા નિર્ણય લેવાનાર હતો પરંતુ આજે બકરી ઈદની રજાને પગલે સરકારની મીટિંગ મળી ન હતી અને આવતીકાલે સરકારની કેબિનેટ મીટિંગ અને કોર કમિટીની મીટિંગ મળનાર છે.જેમાં રાજ્યમાં ધો.૯થી૧૧ની સ્કૂલો ઓફલાઈન શિક્ષણ માટે શરૃ કરી દેવા નિર્ણય લેવાય તેવી પુરી શક્યતા છે. પરંતુ જો આવતીકાલે પણ સરકાર કોઈ નિર્ણય નહી લે તો સ્કૂલ સંચાલકો શનિવારથી પોતાની રીતે વિદ્યાર્થીઓને બોલાવી કલાસરૃમ શિક્ષણ શરૃ કરી દેશે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે સરકારને અગાઉ ગુરૃવારથી પોતાની રીતે સ્કૂલો શરૃ કરી દેવા ચીમકી આપી હતી પરંતુ આજે મંડળની મળેલી મીટિંગમાં સરકારને વધુ બે દિવસની મુદત અપાઈ છે અને હવે સરકાર આવતીકાલે નિર્ણય નહી લે તો ૨૪મીએ શનિવારે ગુરૃ પૂર્ણિમાના દિવસથી ૯થી૧૧ના વર્ગો શરૃ કરી દેવામા ચીમીકી અપાઈ છે.સુરતના મંડળ દ્વારા શનિવારે ગુરૃ પૂર્ણિમાંએ ૪૦૦થી વધુ ખાનગી સ્કૂલો શરૃ કરી દેવા અને વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવી ગુરૃ પૂર્ણિમાની ઉજવણી પ્રત્યક્ષ શિક્ષમ સાથે શરૃ કરવા જાહેરાત કરાઈ છે.સરકાર પણ ધો.૯થી૧૧ના વર્ગો ઓફલાઈન શરૃ કરવાના મૂડમાં છે અને વાલીઓનો પણ કોઈ ખાસ વિરોધ નથી ત્યારે સંચાલકોના ભારે દબાણ અને ચીમકીને પગલે આવતીકાલે સરકાર નિર્ણય લઈ શકે છે. ૧૫મી જુલાઈથી શરૃ થયેલી ધો.૧૨ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ હાજરી પણ હવે ૫૦ ટકાથી વધી છે.

https://www.facebook.com/AsmitaNews/photos/a.342339899843644/1045937232817237/

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.