રાજ્યમાં અવારનવાર દુષ્કર્મ અને છેડતીની ઘટના સામે આવતી રહે છે. ત્યારે સુરતના વેસુમાં રહેતી 15 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ચપ્પુની અણીએ છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે.અને સાથે જ માર માર્યો હતો. હાલ સગીરા હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર હેઠળ છે.
સમગ્ર મામલે મળતી માહિતી મુજબ વેસુમાં આવાસમાં રહેતી ૧૫ વર્ષીય સગીરા સાથે શંકર વાનખેડે સહિત ચાર યુવકોએ આબરૂ લેવાના ઈરાદે શારીરિક અડપલા કર્યા હતા. બે દિવસ અગાઉ સાંજે સગીરા આવાસના નવમાં માળે સંબંધીને મળીને પરત ફરી રહી હતી, ત્યારે આવાસના દાદર પર જ શંકર વાનખેડે અને અન્ય ત્રણ યુવકોએ તેને રોકી હતી અને અપશબ્દો બોલી સગીરાની છેડતી કરી હતી.અને સગીરાએ પ્રતિકાર કર્યો તો ચપ્પુ બતાવી ધમકી આપી હતી.
આ સિવાય દિવાલ સાથે માથું પટકી દીધુ હતું. સગીરાએ ઘરે જઈ પરિવારજનોને વાત કરતા સમગ્ર મામલો શુક્રવારે રાત્રે ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો.અને ઉમરા પોલીસે શંકર વાનખેડે સહિત ચાર યુવકો સામે છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સગીરાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.