ભાવનગર જિલ્લામાં દિવાળીના પર્વ પર જ હત્યાના ત્રણ બનાવ બન્યા છે. પોલીસે ગુનો નોંધી આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
Bhavnagar: ગુજરાતમાં જ્યાં એક તરફ ગઈકાલે (31 ઓક્ટોબર) દિવાળીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યા બીજી તરફ ભાવનગર જિલ્લામાં એક-બે નહીં પણ ત્રણ-ત્રણ હત્યાના બનાવ બન્યા છે. શહેરમાં દિવાળીના પર્વે જ ત્રણ હત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે.
ત્રણ- ત્રણ હત્યાથી પોલીસ દોડતી થઈ
ભાવનગર dysp આર આર સિંઘાલના જણાવ્યાનુંસાર બે હત્યા શહેરમાં જ્યારે એક હત્યા ધોઘા તાલુકામાં બની હતી, જેમાં એરપોર્ટ રોડ પર ફરદીન ઉર્ફે રાવણાની અને યોગી નગર સોમનાથ રેસીડેન્સીમાં શિવરાજભાઈ લાખાણીની તેમજ ઘોઘા તાલુકાના હાથબ ગામે બુધાભાઈ બારૈયા નામના વ્યક્તિની હત્યા કરવામા આવી હતી. દિવાળીની એક જ રાત્રે ત્રણ ત્રણ હત્યાથી પોલીસ પણ દોડતી થઈ હતી. હાલ હત્યાના કારણો સામે આવ્યા નથી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફટાકટા ફોડવાની ના પડતા આધેડની હત્યા
નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યા અને લૂટના બનાવમાં વધારો થયો છે ત્યારે હાલ રાજ્યમાં એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે અને બીજી તરફ ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં ત્રણ ત્રણ હત્યાથી ચકચારી મચી છે. શહેરમાં બનેલા હત્યાના બનાવની વાત કરવામાં આવે તો, પહેલી ઘટનામાં બુઘાભાઈ બારૈયા નામના આધેડ ઘર પાસે ફટાકડા ફોડતી વખતે ગાળો ન બોલવા પર ચાર શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.
અન્ય બે વ્યક્તિની પણ હત્યા કરવામાં આવી
અન્ય એક બનાવમાં શિવરાજભાઈ લાખાણી પોતાના વ્હીકલ પર જઈ રહ્યા હતા તે દરમિયાન ફટાકડા ફોડતા શખ્સોને દૂર જવાનું કહેતા બોલાચાલી થઈ હતી જેમાં કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કરતા શિવરાજભાઈ લાખાણીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઉપરાંત ત્રીજા બનાવમાં ફરદીન ઉર્ફે રાવણાંની બે શખ્સો સાથે બોલાચાલી થઈ હતી જે બાદ બંને શખ્સોએ પાઈપ અને છરી વડે ફરદીન પર તુટી પડતા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે તેની સારવાર કારગત થાય તે પહેલા જ તેનું મોત થયું હતું. આ બનાવનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.