અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)માં શનિવારે ત્રણ અલગ-અલગ વિસ્ફોટો (Kabul Blast)માં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. સાથોસાથ બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી એક બ્લાસ્ટ સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોહીથી લથપથ લાશો જોવા મળી રહી છે અને ત્યાં જ પોતાની માતાની સાથે બેઠેલા બે નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે.
આ વીડિયોને લઈ કાબુલ પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે વીડિયોમાં જોવા મળી રહેલા બંને બાળકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે તેમની માતાને ગંભીર ઈજાઓ થઈ છે.
તાલિબાન સાથે અફઘાનિસ્તાન સરકાર તરફથી મંત્રણા કરી રહેલી સરકારી ટીમના સભ્ય ફૌજિયા કૂફીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, જે લોકો આવું કરે છે છે તેઓ પોતાની ઘાયલ માતાની પાસે રડી રહેલા બાળકોને જોઈને કેવી રીતે પોતાના કૃત્યને પોતાના આત્મા માટે યોગ્ય ઠેરવી શકે છે.
નોંધનીય છે કે, કાબુલ પોલીસ મુજબ કાબુલમાં પહેલા બે વિસ્ફોટ 15 મિનિટના અંતરમાં થયા અને એક વિસ્ફોટ બે કલાક બાદ થયો જેમાં પોલીસના એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું
હાલના મહિનાઓમાં રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ હુમલામાંથી મોટાભાગના ચુંબકનો ઉપયોગ કરીને તેમને વાહનોમાં લગાવવામાં આવ્યા છે અને પછી તેને રિમોટ કન્ટ્રોલ કે ટાઇમર દ્વારા વિસ્ફોટ કરવામાં આવે છે. બીજા વિસ્ફોટમાં ઉત્તર-પશ્ચિમ કાબુલના એક વિસ્તારમાં એક કારને નિશાન બનાવવામાં આવી જેમાં રાષ્ટ્રીય સેનાના સૈનિક મુસાફરી કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.