એક તરફ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના સૈનિકોને હટાવી રહ્યુ છે અને બીજી તરફ અફઘાનિસ્તાનમાં તાલિબાની આંતકીઓનો ખૂની ખેલ યથાવત છે.
તાજી ઘટનામાં આતંકીઓએ ટીવીની મહિલા પત્રકાર મલાલા મેવંદની ગોળીઓ વરસાવીને હત્યા કરી દીધી છે.અફઘાનિસ્તાનના જલાલાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ ગુરુવારે સવારે તેમની કાર પર અંધાધૂધ ગોળીબાર કર્યો હતો.જેમાં મલાલા મેવંદ અને તેમના ડ્રાઈવરનુ પણ મોત થયુ છે.
મલાલા ટીવીમાં ન્યૂઝ એન્કર હતી અ્ને તેમનો ટીવી શો અફઘાનિસ્તાનમાં લોકપ્રિય હતો.જે સમયે તેમના પર હુમલો થયો તે સમયે તે ઓફિસ જઈ રહી હતી.ચેનલે પણ તેના મોતના અહેવાલને સમર્થન આપ્યુ છે.અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓ વારંવાર આ પ્રકારના હુમલા કરતા હોય છે.
જોકે આ પત્રકારની હત્યાની જવાબદારી લેવાનો તાલિબાને ઈનકાર કર્યો છે.લોકોએ મલાલની મોત પર ખુશી વ્યક્ત કરી છે.અફઘાનિસ્તાન સ્થિતિ આંતરરાષ્ટ્રિય પ્રતિનિધિઓએ પણ આ ઘટનાને અભિવ્યક્તીની આઝાદી પરનો હુમલો ગણાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.