સુરતના કામરેજ નજીક યુવક – યુવતી તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. બન્નેએ એક સાથે નદીમા છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતાં કામરેજ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને યુવતીને બચાવી લેવામાં આવી હતી. જ્યારે યુવકનો શોધખોળ ચાલું છે.આ ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ પણ ઘટનાસ્થળે આવી ગઈ હતી.
જોકે, આ યુવક અને યુવતી કોણ છે અને કયા કારણસર તેમણે નદીમાં ઝંપલાવ્યું તે જાણી શકાયું નથી અને અન્ય કોઈ વિગત જાણવા મળેલી નથી. પોલીસ તપાસ પછી વધુ વિગત સામે આવી શકે છે. જોકે, હાલ તો ફાયર બ્રિગેડ યુવકની શોધખોળ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.