– ટ્રમ્પ લૉકડાઉનનો વિરોધ કરનારાઓના સમર્થનમાં!
આખા જગતમાં ચેપગ્રસ્તની સંખ્યા ૨૩ લાખ નજીક, ૧.૫૬ લાખ મૃત્યુ અને ૬ લાખ દરદીઓ સાજા થયા
– ઇરાને લૉકડાઉન આંશિક ખોલી નાખ્યું
– વિશ્વમાં ૪.૫ અબજથી વધારે લોકો ઘરમાં બંધ : ચાર ખંડમાં નથી એટલા કેસ એકલા અમેરિકામાં નોંધાયા
એશિયા, અમેરિકા અને યુરોપને ધમરોળ્યા પછી હવે કોરોનાના કેસ આફ્રિકા ખંડમાં વધી રહ્યા છે. અત્યાર સુધી આફ્રિકામાં ખાસ કેસ નોંધાયા ન હતા. પરંતુ હવે આફ્રિકા ખંડના ૫૪ પૈકી ૫૨ દેશોમાં કોરોનાનો ચેપ ફરી વળ્યો છે. આફ્રિકા ખંડમાં મૃત્યુ સંખ્યા એક હજાર ઉપર પહોંચી ગઈ છે. મૃત્યુ પામનારાઓમાં નાઇજિરિયાના પ્રમુખના ચીફ ઑફ સ્ટાફ અધિકારીનો પણ સમાવેશ થાય છે. આફ્રિકા ખંડના ઘણા દેશો ગરીબ છે અને ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. માટે અહીં વાઈરસ ફેલાશે તો ઘાતક સ્થિતિ સર્જાશે એવી ચેતવણી અગાઉ રાષ્ટ્રસંઘ આપી ચૂક્યું છે. બ્રિટિશરોથી આઝાદ થયાની ૪૦મી વર્ષગાંઠ મનાવાનો કાર્યક્રમ પણ ઝિમ્બાબ્વેએ કેન્સલ કરી દીધો છે.
આખા જગતમાં કોરોનાના કેસ ૨૩ લાખને આંબવા આવ્યા છે, મૃત્યુસંખ્યા ૧.૫૬ લાખથી વધારે નોંધાઈ છે. સામે પક્ષે સાજા થનારા દરદીઓનો આંકડો પણ ૬ લાખ નજીક પહોંચ્યો છે. અમેરિકામાં સાત લાખથી વધારે કેસ નોંધાયા છે. અમેરિકાના આ કેસની સંખ્યા ચાર ખંડ (એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકા) કરતાં પણ વધી ગઈ છે. આ ચારેય ખંડના જેટલા કેસ નથી, એટલા એકલા અમેરિકામાં નોંધાયા છે. અમેરિકામાં ૩૭ હજારથી વધારે મોત નોંધાયા છે.
અમેરિકામાં વધતા કેસ-મૃત્યુ વચ્ચે પણ લૉકડાઉન ખોલવા ટ્રમ્પે તૈયારી કરી લીધી છે. એ માટે વિવિધ રાજ્યોના ગવર્નરોને પોતાની ઈચ્છા પ્રમાણે નિર્ણય લેવાની છૂટ આપી દેવાઈ છે. વધુમાં અમેરિકાના મિશિગનમાં જે લોકો લૉકડાઉનનો વિરોધ કરી રહ્યાં છે, તેનું પણ ટ્રમ્પ સમર્થન કરી રહ્યાં છે. ટ્રમ્પ શરૃઆતથી જ લૉકડાઉનનો વિરોધ કરે છે. હકીકત એ છે કે જગતમાં સાડા ચાર અબજ જેટલા લોકો પોતાના ઘરોમાં બંધ છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા જ આ રોગને મહદઅંશે કાબુમાં લઈ શકાયો છે. સૌથી વધુ દરદી ધરાવતા દેશોમાં ઈરાન સાતમાં ક્રમે છે. ત્યાં ૮૦ હજારથી વધારે કેસ અને ૫ હજારથી વધારે મોત નોંધાયા છે. એ વચ્ચે પણ ઈરાને લૉકડાઉન આંશિક રીતે ખોલી નાખવાનું નક્કી કર્યું છે. ભારતની જેમ ત્યાં પણ અગત્યની સરકારી ઑફિસો ખોલાશે અને તેમાં પણ ત્રીજા ભાગનો સ્ટાફ જ હાજર રહેશે. જેમની જરૃર નથી એવા કોઈ બિઝનેસ અત્યારે ખોલાશે નહીં.
યુરોપમાં કેસ સાડા દસ લાખ જ્યારે મૃત્યુઆંક એક લાખ નજીક પહોંચવા આવ્યો છે. બ્રિટનમાં ૧.૧૫ લાખ કેસ અને ૧૫ હજારથી વધારે મોત નોંધાયા છે. એ સ્થિતિમાં બ્રિટિશ રાણી એલિઝાબેથે પોતાના જન્મદિવસે યોજાતો ગન સેલ્યુટ કાર્યક્રમ રદ કર્યો છે.
કોરોના ઃ કયા ખંડમાં શું સ્થિતિ?
ઉત્તર અને દક્ષિણ અમેરિકા
દેશ કેસ મૃત્યુ રિકવર
અમેરિકા ૭૧૨,૭૧૯ ૩૭,૨૮૯ ૬૩,૭૭૮
બ્રાઝિલ ૩૪,૪૮૫ ૨,૧૮૧ ૧૪,૦૨૬
કેનેડા ૩૨,૪૧૨ ૧,૩૪૬ ૧૦,૫૪૩
પેરુ૧૩,૪૮૯૩૦૦૬,૫૪૧
ચીલી ૯,૭૩૦ ૧૨૬ ૪,૦૩૫
આફ્રિકા
ઇજિપ્ત૨,૮૪૪૨૦૫૨૦૫
દ.આફ્રિકા ૨,૭૮૩ ૫૦ ૯૦૩
મોરક્કો ૨,૬૭૦ ૧૩૭ ૨૯૮
અલ્જિરિયા ૨,૪૧૮ ૩૬૪ ૮૪૬
કેમેરુન ૧,૦૧૭ ૨૨ ૧૭૭
ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા ૬,૫૬૫ ૬૯ ૪,૧૬૩
ન્યુઝિલેન્ડ ૧૪૨૨ ૧૧ ૮૬૭
યુરોપ
સ્પેન ૧૯૧,૭૨૬ ૨૦,૦૪૩ ૭૪,૭૯૭
ઈટાલી ૧૭૨,૪૩૪ ૨૨,૭૪૫ ૪૨,૭૨૭
ફ્રાન્સ ૧૪૭,૯૬૯ ૧૮,૬૮૧ ૩૪,૪૨૦
જર્મની ૧૪૨,૩૨૫ ૪,૪૦૩ ૮૫,૪૦૦
યુ.કે. ૧૧૪,૨૧૭ ૧૫,૪૬૪ —
એશિયા
ચીન ૮૨,૭૧૯ ૪,૬૩૨ ૭૭,૦૨૯
ઈરાન ૮૦,૮૬૮ ૫,૦૩૧ ૫૫,૯૮૭
તુર્કી ૭૮,૫૪૬ ૧,૭૬૯ ૮,૬૩૧
ઈઝરાયેલ ૧૩,૧૦૭ ૧૫૮ ૩,૨૪૭
દ.કોરિયા૧૦,૬૫૩૨૩૨૭,૯૩૭
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.