અફસોસ: વડોદરાના રિસોર્ટમાં રાઈડે જીવ લીધો, અ’વાદનું બાળક પ્રવાસના બદલે દુનિયામાંથી જતું રહ્યું!

શાળામાંથી પ્રવાસ જાય ત્યારે સ્વાભાવિક છે કે બાળકો આંનદ કરવા ગયા હોય. પણ ઘણી વખત વિધીની વક્રતા એવી હોય કે એ આનંદનો માહોલ શોકમાં પરિવર્તિત થતો જોવા મળે. કંઈક એવું જ થયું અમદાવાદના એક બાળક સાથે. કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલનાં વિદ્યાર્થીઓ પાદરાનાં મહી વોટર રિસોર્ટમાં પ્રવાસે ગયા હતાં. જ્યાં કેટલાક વિદ્યાર્થીઓ રાઇડમાં બેસીને મજા લેતાં હતા.

તે દરમિયાન જ 13 વર્ષનાં જીમીલ ગોપાલભાઇ કવૈયાએ બસની બહાર માથું બહાર કાઢતા થાંભલા સાથે અથડાયું અને ગંભીર ઇજા થઇ. ત્યારપછી તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. આ મામલે વિદ્યાર્થીનાં પરિવારજનોએ રિસોર્ટનાં સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. પોલીસે પણ મૃતક વિદ્યાર્થીનાં મૃતદેહને પોસ્ટમોટર્મ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે અમદાવાદ કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલ વિદ્યાર્થીઓને પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસમાં લઇ ગયા હતા. રિસોર્ટમાં આવેલા વિદ્યાર્થીઓમાં ધોરણ-8માં અભ્યાસ કરતો જીમીલ ગોપાલભાઇ કવૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓ રિસોર્ટની રાઇડમાં બેઠા હતા. ગોળ-ગોળ ફરતી રાઇડમાંથી જીમીલે માથું બહાર કાઢતા બસ રાઇડની બાજુમાં ઉભા કરાયેલ પોલમાં તેનું માથું ભટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.