10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે

આજે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ત્રીજી યાદી જાહેર કરી છે, જેમાં બીજા 10 ઉમેદવાર જાહેર થયા છે. આમ આદમી પાર્ટીએ કુલ 29 ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગોપાલ ઇટાલિયાએ AAPના ઉમેદવાર જાહેર કરતાં જણાવ્યું હતું કે કચ્છ માંડવીથી કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા CA કૈલાસ ગઢવી, અમદાવાદના દાણીલીમડામાંથી દિનેશ કાપડિયા, ખેડબ્રહ્મામાંથી બિપિન ગામેતી, ડીસાથી ડો. રમેશ પટેલ, પાટણથી લાલેશ પટેલ, વેજલપુરથી કલ્પેશ પટેલ (ભોલાભાઈ), સાવલીથી વિજય ચાવડા, નાંદોદથી પ્રફુલ વસાવા, પોરબંદરથી જીવન જુંગી અને નિઝરથી અરવિંદ ગામીતને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે.

કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી

ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે રોજગાર, ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ વગેરેને ગેરંટી આપી છે. કેજરીવાલ કહે છે, એ કરીને બતાવે છે, જેથી વિશ્વાસ લોકોમાં વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીમાં લોકો જોડાઈ રહ્યા છે. ડોર ટુ ડોર પ્રચાર પાર્ટી ચાલી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે જાહેર કરેલા 10 ઉમેદવાર બાદ કુલ 29 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે, જેમાં સૌરાષ્ટ્રમાંથી 11, ઉત્તર ગુજરાતમાં 5, મધ્ય ગુજરાતમાં 6, દક્ષિણ ગુજરાતમાં 6 અને કચ્છમાંથી 1 ઉમેદવાર જાહેર થયા છે.

ચૂંટણી પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે

અગાઉ ઇટાલિયાએ કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકે. તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલા લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

ઈટાલિયા-ઈસુદાન પણ ચૂંટણી લડશે

અગાઉ ઈટાલિયાના જણાવ્યા પ્રમાણે, તે પોતે અને ઇસુદાન ગઢવી પણ ચૂંટણી લડશે. ચૂંટણી જાહેર થશે પછી મુખ્યમંત્રીનો ચહેરો જાહેર થશે, એ દરમિયાન ઇટાલિયાએ વધુમાં કહ્યું હતું કે તમામને પૂરતો સમય મળે તેમજ મજબૂત રીતે કામ કરી શકાય, તમામ એક-એક નાગરિક સુધી પહોંચી શકે એના માટે વહેલું લિસ્ટ જાહેર કરાયું છે. ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એ પહેલાં જ તમામ ઉમેદવારો જાહેર થઈ જશે. અમે તૈયાર છીએ. કોંગ્રેસ તો હજી ચિંતનમાં છે અને છેલ્લા દિવસ સુધી આ જ કરશે, પછી ભાજપ જોડે બેસી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.