અમદાવાદ એરપોર્ટ ઉપર ચાઈનીઝ પેસેન્જર આકસ્મિક રીતે ઉતરી જતાં સુરક્ષાકર્મીઓમાં દોડધામ મચવા પામી…

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિચિત્ર ઘટના બની છે અને આ ઘટનામાં એવું જોવા મળ્યું હતું કે નૈરોબીથી મુંબઈ જઈ રહેલા એક ચાઈનીઝ પેસેન્જરને અમદાવાદ એરપોર્ટ પર અકસ્માતે ઉતારી દેવામાં આવ્યો હતો અને આ ઘટનાએ એરલાઇનના સુરક્ષા કર્મચારીઓની ગંભીર બેદરકારી છતી કરી છે.

આ કેસમાં પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઈન્ડિયા નૈરોબીથી અમદાવાદ વાયા મુંબઈની ફ્લાઈટ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સેવા આપે છે. ફ્લાઇટ 11:30 ના બદલે એક કલાક મોડી 12:26 વાગ્યે એરપોર્ટ પર ઉતરી હતી અને નૈરોબીથી મુંબઈ જઈ રહેલી આ ફ્લાઈટમાં એક ચીની મુસાફર પણ સવાર હતો. અમદાવાદથી નૈરોબી આવેલા પેસેન્જરની સાથે આ ચાઈનીઝ પેસેન્જરને પણ ઉતારીને ઈમિગ્રેશન વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો. દરમિયાન, બધા ઉતરેલા મુસાફરોની ગણતરી દરમિયાન, એરલાઇન સુરક્ષા સ્ટાફે જોયું કે એક વધારાનો મુસાફર પણ ફ્લાઇટમાંથી બહાર નીકળી ગયો હતો, જેના કારણે એરપોર્ટ પર ટૂંકી અરાજકતા સર્જાઈ હતી.

બીજી તરફ મુસાફરની ગેરહાજરીમાં મુંબઈ જતી ફ્લાઈટ મોડી પડી રહી હતી અને આ દરમિયાન, ટર્મિનલ પરથી ચાઈનીઝ પેસેન્જર મળ્યા બાદ બે કલાકના વિલંબ બાદ અમદાવાદથી મુંબઈ રિટર્ન ફ્લાઈટ બપોરે 12:30ને બદલે 2:34 વાગ્યે ઉપડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.