કિંમતોમાં વધારાને એક મોટો પડકાર ગણાવતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસએ આશા વ્યક્ત કરી કે ઓક્ટોબરમાં ફુગાવાનો દર 7 ટકાથી નીચે રહેશે
News Detail
આર્થિક વૃદ્ધિને અસર કરશે મોંઘવારી દર
તેમણે (Shashikant Das) એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે મોંઘવારી દરને બેથી છ ટકાની રેન્જમાં રાખવાના લક્ષ્યાંકને બદલવાની જરૂર નથી કારણ કે છ ટકાથી વધુ ફુગાવાનો દર આર્થિક વૃદ્ધિને અસર કરશે. સરકારે RBI ગવર્નરની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC) ને ફુગાવાનો દર બે થી છ ટકાની રેન્જમાં રાખવાની જવાબદારી સોંપી છે.
ઓક્ટોબરના આંકડા 7 ટકાથી ઓછા થશે
ભારતીય અર્થતંત્ર અંગે આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતના એકંદર મેક્રો-ઈકોનોમિક ફંડામેન્ટલ્સ મજબૂત છે અને આર્થિક વૃદ્ધિની સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. તેમણે જણાવ્યું કે અમે આશા રાખીએ છીએ કે ઓક્ટોબર માટે ફુગાવાનો દર સાત ટકાથી ઓછો રહેશે. ફુગાવો એ ચિંતાનો વિષય છે જેનો આપણે હવે અસરકારક રીતે સામનો કરી રહ્યા છીએ.
મોંઘવારી ઘટાડવા માટે ઘણા પગલાં લીધા
ઓક્ટોબર મહિનાના ફુગાવાના આંકડા સોમવારે જાહેર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે છેલ્લા છ કે સાત મહિનામાં આરબીઆઈ અને સરકાર બંનેએ મોંઘવારી ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે. દાસે જણાવ્યું કે આરબીઆઈએ તેના તરફથી વ્યાજ દરમાં વધારો કર્યો છે અને સરકારે સપ્લાય સાઇડને લગતા અનેક પગલાં લીધા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.