ખેડબ્રહ્માના નાકા ગામની સીમમાંથી ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પુર્યો

ખેડબ્રહ્માના નાકા ગામની સીમમાંથી ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પુર્યો ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જંગલ ખાતાની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરી ઇજાગ્રસ્ત હોવાથી તેની સારવાર કરી હતી.રેસ્કયુ દરમિયાન દીપડાએ વન રક્ષક પર હુમલો કર્યોઆ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાની જાણ થતાજ સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. તો બીજી તરફ વન વિભાગની ટીમ દિવસ રાત દીપડાને રેસ્કયુ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી. તે દરમિયાન વન સંરક્ષક દિનેશભાઇ ચૌધરીએ જીવના જોખમે દીપડાને રેસ્કયુ કર્યો હતો, જે દરમિયાન દીપડાએ પણ વન રક્ષક પર હુમલો કરતા તેઓને પણ ઇજાઓ થઇ હતી. બીજી તરફ દીપડાને પણ ઇજાઓ થતા સ્થાનિક પશુ ચિકિત્સકની મદદ લઇને ઇજાગ્રસ્ત દીપડાને સારવાર આપવામાં આવી હતી અને પાંજરે પુરવામાં આવ્યો હતો.લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવીજંગલ વિસ્તારમાં દીપડા સહિત અનેક પ્રાણીઓ ફરતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

News Detail

ખેડબ્રહ્માના નાકા ગામની સીમમાંથી ઈજાગ્રસ્ત દીપડાને વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ પાંજરે પુર્યો

ખેડબ્રહ્મા તાલુકાના નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે જંગલ ખાતાની ટીમે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પુરી ઇજાગ્રસ્ત હોવાથી તેની સારવાર કરી હતી.રેસ્કયુ દરમિયાન દીપડાએ વન રક્ષક પર હુમલો કર્યોઆ અંગેની પ્રાપ્ત થતી માહિતી મુજબ ખેડબ્રહ્મા તાલુકામાં નાકા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડો ફરતો હોવાની જાણ થતાજ સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો. તો બીજી તરફ વન વિભાગની ટીમ દિવસ રાત દીપડાને રેસ્કયુ કરવા માટે ભારે જહેમત ઉઠાવી રહી હતી. તે દરમિયાન વન સંરક્ષક દિનેશભાઇ ચૌધરીએ જીવના જોખમે દીપડાને રેસ્કયુ કર્યો હતો, જે દરમિયાન દીપડાએ પણ વન રક્ષક પર હુમલો કરતા તેઓને પણ ઇજાઓ થઇ હતી. બીજી તરફ દીપડાને પણ ઇજાઓ થતા સ્થાનિક પશુ ચિકિત્સકની મદદ લઇને ઇજાગ્રસ્ત દીપડાને સારવાર આપવામાં આવી હતી અને પાંજરે પુરવામાં આવ્યો હતો.લોકોએ વન વિભાગની કામગીરીને બિરદાવીજંગલ વિસ્તારમાં દીપડા સહિત અનેક પ્રાણીઓ ફરતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી. જોકે સ્થાનિક ડી.એફ.ઓ. અજયસિંહ ડાભીનો સંપર્ક કરવા છતા પણ આ બાબતે તેઓએ કોઇ માહિતી આપી ન હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ જ સંપૂર્ણ માહિતી આપીશુ તેવુ જણાવ્યું હતું. તો વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલ દીપડાને તબીબ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને તેમના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.