ભભૂત લગાવ્યા બાદ તે સમાજથી પર, અલગ કોટીમાં ગણાય છે સાધુઓએ લગાવેલી ભભૂતિ એ વૈરાગ્યની નિશાની છે

શિવરાત્રીના મેળામાં અનેક નાગા સાધુઓના વિશિષ્ટ અંગ કસરત દાવ ભાંગ રવેડી અને ધુણાનું અનેરૂ મહત્વ છે નાગા સાધુઓ શા માટે પોતાના શરીર પર ભભૂત લગાવે છે અને તેનું શું રહસ્ય હોય છે એવા અનેક સવાલો લોકોના મનમાં ઊભા થતા હોય છે આવી અનેક પરંપરાઓ અને રહસ્ય સાથે શિવરાત્રીનો મેળો ચરમસીમા પર છે ત્યારે સાધુ-સંતો તરફથી એવો જવાબ મળે છે કે ભભૂતિ એ વૈરાગ્યની નિશાની છે સાધુ સંતો પોતાને સમાજ સાથે કંઈ લેવાદેવા નથી તેવા વૈરાગ્યની ભાવનાથી ભભૂત લગાવી શિવમાં લીન થઈ જાય છે

News Detail

શિવરાત્રી મેળામાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર નાગા સાધુઓ હોય છે દરેક નાગા સાધુઓએ પોતાના શરીર પર ભભૂત લગાવી હોય જ છે આ ભભૂત લગાવવાનું પણ અનેરુ મહત્વ છે અને તેનો શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે વૈજ્ઞાનિક રીતે પણ સાધુ સંતોને ભભૂત ખૂબ જ ઉપયોગી છે ભભૂત એ વૈરાગ્યની નિશાની છે જેમણે આશા તૃષ્ણા મમતા જેવી વૃતિઓ જલાવી દીધી છે તેના હૃદયમાં મોહ નથી રહ્યો અને શરીર પર લગાવેલી ભભૂતિ તેની નિશાની છે ભભૂત લગાવ્યા બાદ તે સમાજથી પર અને એક અલગ કોટીમાં ગણાય છે ભભૂતિ સાધુઓ પોતાના શરીર પર રમણ કરે છે ત્યારે તેના અનેક કારણો છે અગાઉના સમયમાં સાધુઓ ઘોર જંગલમાં તપસ્યા કરતા હતા ત્યારે ભભૂત શરીર પર લગાવેલી હોવાથી મચ્છર માખી સહિતના જીવજંતુઓનો ઉપદ્રવ પણ દૂર રહે છે આ ઉપરાંત કડકડતી ઠંડી હોય તો પણ શરીરે ભભૂત લગાવેલી હોવાથી ઠંડી પણ માત્રામાં ઓછી લાગે છે તમામ સાધુઓ પોતે કરેલા ધુણાની રાખની ભભૂત લગાવે છે આ રાખ અગ્નિમાંથી ભસ્મ થયેલી હોય છે એ અગ્નિ ઇષ્ટદેવની આરાધના કરવા માટેનું અવલંબન છે સાધુઓ પોતાની સાધના કરવા માટે અગ્નિ પ્રગટાવતા હોય છે પોતાના ઇષ્ટદેવને આરાધવા માટે અગ્નિની સાક્ષી પણ જરૂરી છે અગ્નિની સાક્ષીએ કરેલી ઇષ્ટદેવની આરાધના બાદ ધૂળમાં રહેલી ભભૂત પોતે પોતાના શરીર પર લગાવે છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.