રાજ્યમાં પ્રેમી દ્વારા ક્યારેક પ્રેમિકાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરીને તેને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાથી સામે આવી છે. જ્યાં એક ઈસમે પહેલા તો એક યુવતી સાથે મિત્રતા કરી અને ત્યારબાદ તેના અંગત પળોના સોશિયલ મીડિયામાં તેના પરિવારના સભ્યોને મોકલી આપ્યા હતા.અને આ ઘટનાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમસંબંધ બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયો હતો. ત્યારબાદ આ યુવતીને વધારે અભ્યાસ કરવા માટે ઓસ્ટ્રેલિયા જવાનું થયું અને યુવતી ઓસ્ટ્રેલિયા ચાલી ગયા બાદ યુવતી અને તેના પ્રેમી વચ્ચે ખૂબ જ ઝઘડા થવા લાગ્યા હતા. આ ઝઘડાથી યુવતી ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને તેથી તેને તેના પ્રેમીનો મોબાઇલ નંબર બ્લોકમાં નાખી દીધો હતો.
પ્રેમિકાએ યુવકને બ્લોક કર્યો હોવાના કારણે તેને લાગી આવ્યુ હતું અને ત્યારબાદ તેને પ્રેમિકાને બદનામ કરવાનો કારસો રચ્યો હતો. યુવકે પ્રેમિકાને બદનામ કરવા માટે તેના અને પ્રેમિકા વચ્ચેના શારીરિક સંબંધના કેટલાક ફોટો અને વીડિયો પ્રેમિકાના પરિવારના સભ્યોને મોકલી દીધા હતા. પ્રેમિકા અને પોતાની વચ્ચેના શારીરિક સબંધના વીડિયો યુવકે પરિવારના સભ્યોને મોકલ્યા બાદ પ્રેમિકાને ધમકાવી હતી કે જો તે અનબ્લોક નહીં કરે તો તેના અન્ય વીડિયોને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવશે.
યુવકની આ પ્રકારની ધમકીથી યુવતી અને તેના પરિવારના સભ્યો ગભરાઇ ગયા હતા. ત્યારબાદ તેમણે સમગ્ર મામલે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને આ ઈસમને રાણીપ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી હતી અને આ કોઈ પહેલી ઘટના નથી અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.
થોડા દિવસ પહેલા આવી જ એક ઘટના વેરાવળમાં સામે આવી હતી. આ ઘટનામાં યુવતીએ ધંધો કરવા માટે પ્રેમીને પાંચ લાખ રૂપિયા આપી દીધા હતા. આ ઉપરાંત ત્યારબાદ પણ યુવક બ્લેકમેઈલ કરતો હોવાથી તેને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને એક અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી.અને ત્યારબાદ પણ પ્રેમી અવારનવાર ધમકી આપતો હોવાના કારણે યુવતીએ ઝેરી દવા પીધી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.