સિમેન્ટ, મીડિયા બાદ હવે અદાણીની આ સેક્ટરમાં એન્ટ્રી જાણો વિગતવાર..

ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી ઝડપથી એક પછી એક સેક્ટરોમાં પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યા છે. ગ્રીન એનર્જીમાં પગ પેસારો કર્યા બાદ હાલમાં જ અદાણી ગૃપે સિમેન્ટ અને મીડિયા સેક્ટરમાં મોટા એક્વિઝિશન કર્યા છે.અને હવે અદાણી એન્ટરપ્રાઇઝની તૈયારી ઝડપથી વિકસી રહેલા હેલ્થ કેર સેક્ટરમાં ઉતરવાની છે. અદાણી ગૃપે તે માટે નવી કંપનીની સ્થાપના કરી છે.

અદાણી એંટરપ્રાઇઝ લિમિટેડે BSEને આ બાબતે સૂચના આપી છે. અદાણી એંટરપ્રાઇઝે કહ્યું કે, અદાણી હેલ્થ વેંચર્સ લિમિટેડ તેની સબ્સિડિયરી તરીકે કામ કરશે. નવી કંપની જલ્દી જ પોતાના ઓપરેશનની શરૂઆત કરી દેશે. કંપનીની શરૂઆતી અને પેઇડ અપ શેર કેપિટલ 1 લાખ રૂપિયા હશે. આ કંપની મેડિકલ તપાસ કેન્દ્ર, હેલ્થ ટેક બેઝ્ડ ફેસિલિટીઝ અને રિસર્ચ સેન્ટર વગેરેનો વિકાસ કરશે.અને આ સિવાય કંપની આ સેક્ટર સાથે જોડાયેલા અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરશે. આ નવા બિઝનેસની અન્ય વિસ્તૃત જાણકારીઓ કંપની થોડા સમય પછી જાહેર કરશે.

અદાણી ગૃપે હાલમાં જ સિમેન્ટ સેક્ટરમાં જોરદાર રીતે એન્ટ્રી લીધી છે. ગત સપ્તાહમાં Holcim Group પાસેથી અંબુજા સિમેન્ટ અને ACC સિમેન્ટ 10.5 બિલિયન ડોલરમાં ખરીદી અદાણી ગૃપ એક જ ઝટકામાં સિમેન્ટ સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી કંપની બની ગઇ છે. આ સેક્ટરમાં અદાણીની સામે બિરલા ગ્રૃપની કંપની અલ્ટ્રાટેક સિમેન્ટ હશે. અલ્ટ્રાટેક સિમેન્ટ હજુ પણ આ સેક્ટરમાં લીડર છે અને અદાણી ગૃપે એક અન્ય કંપની AMG મીડિયા નેટવર્ક્સે ડિજિટલ ન્યૂઝ કંપની ક્વિન્ટિલિયન બિઝનેસ મીડિયાની 49% હિસ્સેદારી ખરીદી લીધી છે.

ભારતમાં હેલ્થકેર ઇન્ડસ્ટ્રી વર્ષ 2016થી વાર્ષિક લગભગ 22%ના દરથી ગ્રોથ પામી રહી છે. નીતિ આયોગના એક રિપોર્ટ અનુસાર, આ વર્ષના અંત સુધીમાં ઇન્ડિયન હેલ્થ કેર ઇન્ડસ્ટ્રીની સાઇઝ વધીને 372 બિલિયન ડોલર્સ જેટલી મોટી થઇ જશે. અદાણી ગૃપ આ બધી સંભાવનાઓને જોઇને જ આ એક નવા સેક્ટરમાં પગ પેસારો કરવા જઇ રહ્યું છે. મળતા મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગૃપ આ પહેલા ગયા વર્ષે લગભગ 17 બિલિયન ડોલર્સના 32 એક્વિઝિશન્સ કરી ચૂક્યું છે. સાથે જ અદાણી ગૃપની લિસ્ટેડ કંપનીઓએ ગત વર્ષોમાં રોકાણકારોને કેટલાક ગણું રીટર્ન આપ્યું છે અને અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ્સ જેવી કંપનીઓમાં ઇન્વેસ્ટર્સે પોતાનું રોકાણ એનેક ગણું કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.