આકાશવાણી ચોક પાસે નશામાં ઘુત પ્રેમી પંખીડા વચ્ચે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાને મારમારતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવ અંગેની મળતી વિગત અનુસાર આકાશવાણી ચોકમાં નંદી પાર્ક સોસાયટીમાં રહેતી મુળ નાગાલેન્ડની કોનીયા ઉર્ફે માયા તાપી (ઉ.28) બપોરે એક વાગ્યાના સુમારે આકાશવાણી ચોક પાસે હતી ત્યારે તેની સાથેના બોયફ્રેન્ડ જાનું (ઉ.28) નામના યુવકે બંને વચ્ચે કોઇ બાબતે ઝઘડો થતા વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં કોનીયાને ઇજા પહોંચતા સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કોનીયા ઉર્ફે માયા બિગ બજાર પાસે આવેલ મારૂતી ચોકમાં આવેલા કાયા સ્પામાં નોકરી કરે છે અને જાનુ નામના યુવક સાથે ઘણા સમયથી મીત્રતા હતી. આજ બપોરે બંનેએ સાથે મળીને દારૂનો નશો કરી બંને વચ્ચે કોઇ મામલે ઝઘડો થયો હતો. અને મારામારીનો બનાવ બન્યો હતો.અને જે બાદ બંને સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા.
જયાં પણ બંને દારૂના નશામાં હોવાથી હોસ્પિટલ પણ માથે લીધી હતી. અને જે અંગે સીવીલ ચોકીના સ્ટાફે યુનિ. પોલીસને જાણ કરતા સ્ટાફ સીવીલે દોડી ગયો હતો. બાદમાં બંનેની પુછપરછ કરીને પોલીસ સ્પામાંના સંચાલક સંદીપભાઇ ધીરજભાઇ હીરપરાની પણ પુછપરછ હાથ ધરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.