હરીયાણાનું પેપર ફોડવા ગયાને ગુજરાતનું હાથ લાગ્યું, ગૂગલ ટ્રાન્સલેટ કરતા ખબર પડી- સંઘવી

પેપર લીક મામલે ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરતા સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરતું આ નિવેદન આપ્યું હતું.

News Detail

જુનિયર ક્લાર્ક પેપર લીક મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી હતી. હરીયાણાનું પેપર ફોડવા ગયાને ગુજરાતનું હાથ લાગ્યું હતું. પેપર લીક કરનારાઓને ગૂગલ ટ્રાન્સલેટ કરતા ખ્યાલ આવ્યો હતો કે, આ ગુજરાતનું પેપર છે. પેપર લીક મામલે ગુજરાત વિધાનસભામાં વિધેયક પસાર કરતા સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું.

વિધાનસભાની અંદર પ્રથમ દિવસે જ જાહેર પરીક્ષાનું ગેરરીતી અટકાવનારું બિલ વિધાનસભા ગૃહની અંદર ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરાયું છે. બિલ રજૂ કરતા સમયે શરુઆતમાં સંઘવીએ કહ્યું કે, પેપરલીક મામલે મોટી સ્પષ્ટતા કરી હતી.

હું પેપર ફૂટ્યનો સ્વિકાર કરું છું, હરીયાણાનું પેપર ફોડવા જતા ગુજરાતનું હોવાની જાણ થઈ હતી. ગૂગલ ટ્રાન્સલેટ કરતા પેપર ગુજરાતનું હોવાની જાણ તેમને થઈ હતી. અમે વિદ્યાર્થીઓને બેલ્ટમાં જીપીએસ પહેરાવીને મોકલ્યા હતા. પેપર મર્યાદિત લોકો સુધી પહોંચ્યું હતું. અડધી રાત્રે સીએમને આ મામલે જાણ કરાઈ હતી. ગુપ્ત રાહે પરીક્ષા યોજી શક્યા હોત વિદ્યાર્થીઓના હીતમાં સીએમએ મોટો નિર્ણય લીધો તેમ તેમણે કહ્યું હતું. જુનિયર ક્લાર્ક પેપરકાંડ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતું. અમને આ વાતની જાણકારી થઈ હતી.

સીએમ સૂચના આપી તત્કાલ મોડી રાત્રે જ યુવાનોના હિતમાં આ નિર્ણય લેવાયો અને પરીક્ષા મોકુફ રખાઈ હતી. આરોપી હરીયાણાનું પેપર ફોડવા ગયા અને ગુજરાતનું પેપર ફૂટી ગયું હતું.પ્રજા એ મુકેલા વિશ્વાસના કારણે રાતોરાત પરીક્ષા મોકુફ રાખી દીધી. શોર્ટ કટના કારણે યુવાનો નિરાશ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.