ઉત્તર પ્રદેશના બનારસમાં ચાલી રહેલા જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ દરમિયાન જ કર્ણાટકથી પણ આ પ્રકારની ઘટના સામે આવી છે.અને કર્ણાટકમાં પણ એક મસ્જિદમાં મંદિર હોવાના દાવાથી અફરાતફરી મચી જવા પામી છે. દક્ષિણપંથી ગૃપના કેટલાક સભ્યોએ સોમવારે કર્ણાટકના માંડ્યાના નાયબ કમિશનરને અરજીપત્ર સોંપ્યું હતું, જેમાં આ માંગણી કરવામાં આવી છે કે તેમને જામિયા મસ્જિદમાં આંજનેય મૂર્તિની પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
ગ્રૃપના સભ્યોનું કહેવું છે કે, મસ્જિદની જગ્યાએ પહેલા મંદિર હતું, ત્યારબાદ મસ્જિદમાં બદલવામાં આવ્યું. એટલે તેમણે મસ્જિદમાં પૂજા કરવાની મંજૂરી માંગી છે. આ લોકોનું કહેવું છે કે મસ્જિદ આંજનેય મંદિરને બદલીને બનાવવામાં આવી અને આ વાતના ઐતિહાસિક પુરાવા પણ છે કે, મસ્જિદ પહેલા એક મંદિર હતું.અને આ લોકોનું એમ પણ કહેવું છે કે ટીપૂ સુલતાને આ બાબતે પર્શિયા ખલિફાને પત્ર લખ્યો હતો. એટલે તેમની માંગણી છે કે, પુરાતત્વ વિભાગ આ ડોક્યૂમેન્ટસની તપાસ કરે અને તેના પર વિચાર કરે. મંદિરનો દાવો કરનારા આ લોકોએ મસ્જિદ પરિસરમાં બનેલા એક તળાવમાં નાહવાની પણ મંજૂરી માંગી છે.
મળતા રિપોર્ટ્સ મુજબ, બેંગ્લોરથી 120 કિલોમીટર દૂર શ્રીરંગપટ્ટનમાં એક જામિયા મસ્જિદ આવેલી છે. કહેવામાં આવે છે કે, ટીપૂ સુલ્તાને તેને બનાવી હતી, પરંતુ કેટલાક સંગઠનોનું માનવું છે કે હકીકતમાં મંદિરને તોડીને ટીપૂ સુલ્તાને ત્યાં મસ્જિદનું નિર્માણ કરાવ્યું. આ કારણે હવે નરેન્દ્ર મોદી વિચાર મંચે મસ્જિદમાં પૂજા કરવાની માંગણી ઉઠાવી દીધી છે. મંચના રાજ્ય સચિવ સી.ટી. મંજૂનાથે ભાર આપીને કહ્યું કે, ટીપૂ સુલતાને જે દસ્તાવેજી પુરાવા ઉપસ્થિત છે તે એ કથનને સાચા સાબિત કરે છે, ત્યાં એક હનુમાન મંદિર હતું. દાવો તો એવો પણ કરી દીધો કે એ મસ્જિદની દીવાલો પર હિન્દુ શિલાલેખ મળ્યા છે અને જે તેમની મંદિરવાળી થિયોરીને બળ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.