સંઘ પ્રદેશ (UNION TERRITORY) દાદરા નગર હવેલી (DADRA NAGAR HAVELI) આરોગ્ય વિભાગ (DEPARTMENT OF HEALTH) દ્વારા દેશમાં નરોલીમાંથી (NAROLI) નકલી પનીર (FAKE CHEESE) બનાવવાનું એક મસમોટું કૌભાંડ ઝડપાયું છે. આરોગ્ય વિભાગ અને પોલીસની (POLICE) સંયુક્ત કાર્ય દરમ્યાન તપાસ ટીમ દ્વારા સ્થળ પરથી 400થી વધુ નકલી પણ એનો જથ્થો (QUANTITY) ઝડપી પાડવામાં આવ્યો છે.
નકલી પનીર બનાવવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા રામબરન વર્મા નામનો એક આરોપીની પણ ધરપકડ કરે સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.પોલીસ અને આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.
સસ્તા ભાવે મોટા પ્રમાણમાં પનીર મળી રહ્યું હોવાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા વિષયને ગંભીરતાથી લઇ આ સંદર્ભમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આરોગ્ય વિભાગની ટીમે મળેલી બાતમીના આધારે નરોલી બોરલાઈ રોડ પર આવેલ એક મકાનમાં પોલીસને સાથે રાખી રેડ કરી હતી. રેડ દરમિયાન મકાન મશીન ફીટ કરી અને તેમાં પનીર બનાવવામાં આવી રહ્યું બહાર આવ્યું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ જગ્યા પર દર મહિને અંદાજે 15 હજાર કિલોથી વધુ મસમોટો નકલી પનીરનો જથ્થો બનાવવામાં આવતો હતો. આ નકલી પનીર બનાવવા માટે કૌભાંડીઓ ઝીરો ફેટનું દૂધ વાપરતા હતાં અને ઝીરો ફેટના દૂધમાં તેઓ પામ ઓઈલ અને કપાસિયા તેલ સહિત ઈન્ડસ્ટ્રીયલ કેમિકલનો પણ ઉપયોગ કરતા હતાં.
આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે. આ કેસમાં આરોપીઓ સામે આઈપીસીની કલમ હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.