મૂસેવાલાની હત્યા બાદ આરોપીઓએ કારમાં હથિયારો લહેરાવી પંજાબી મ્યુઝિક સાથે ઉજવણી કરી હતી…

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયોમાં શૂટર્સ હત્યાને અંજામ આપ્યા બાદ જશ્ન મનાવતા હાથમાં પિસ્તોલને લહેરાવતા જોવા મળે છે તેમજ વીડિયોમાં કાર ચલાવતા દેખાતા વ્યક્તિનું નામ કપિલ પંડિત છે. તેની બાજુમાં બેઠેલી વ્યક્તિનું નામ પ્રિયવ્રત ફૌજી છે અને પાછળ ડાબી બાજુ બેઠેલા વ્યક્તિનું નામ સચિન ભિવાની છે તેમજ વચ્ચે બેઠેલાનું નામ અંકિત સિરસા છે. પોલીસના જણાવ્યા અનુસાર અંકિત સિરસાએ સિદ્ધુ મૂસેવાલા પર બંને હાથ વડે ફાયરિંગ કર્યું હતું. અંકિત સિરસા હાલમાં સાડા અઢાર વર્ષનો છે અને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેની ધરપકડ કરી છે.

અંકિત સિરસા પર પહેલીવાર કોઈની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે અને તે જે રીતે ફિલ્મી સ્ટાઈલમાં બંને હાથમાં પિસ્તોલ લહેરાવી રહ્યો છે તે જ રીતે બંને હાથમાં આ પિસ્તોલ લઈને તેણે મૂસેવાલા પર ગોળીઓ ચલાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંકિતે મુસેવાલા પર સૌથી વધુ ગોળીઓ ચલાવી હતી.

પોલીસે અંકિતની સાથે સચિન ભિવાનીને પણ ઝડપી પાડ્યો છે અને જે ફોટોમાં અંકિત સિરસાની ડાબી બાજુએ બેઠો છે. જે સમયે ગાડીમાં મૂસેવાલાની હત્યા કર્યા બાદ તેઓ ફરાર હતા અને અલગ-અલગ સ્થળે ફરી રહ્યા હતા તે સમયે આ વીડિયો બનાવવામાં આવ્યો હતો અને આ વીડિયોમાં દેખાય છે કે, કઈ રીતે તેઓ મૂસેવાલાની હત્યા કર્યા બાદ નિશ્ચિંત થઈને મોજથી ગાડીમાં ફરી રહ્યા છે.

દિલ્હી પોલીસનો દાવો છે કે, સચિને અંકિત અને અન્ય બદમાશોને હથિયાર અને અન્ય વસ્તુઓ પૂરી પાડી હતી. હત્યા માટે કારમાં ગયેલા તમામ લોકોને સચિને અલગ-અલગ રાજ્યોમાં સંતાડી દીધા હતા અને પોલીસનું કહેવું છે કે, ફરાર થયાના 34-35 દિવસમાં સચિન ભિવાનીએ 34-35 વખત આ બદમાશોના ઠેકાણા બદલ્યા હતા. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ગઈ કાલે મોડી રાત્રે દિલ્હીના કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ નજીકથી અંકિત સિરસા અને સચિન ભિવાનીને પકડ્યા હતા. તે સમયે પણ બંને પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ, 2 પિસ્તોલ, 19 કારતૂસ અને 2 મોબાઈલ મળી આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.