નૂપુર શર્માના નિવેદન બાદ કંઈક મોટુ કરવાની તૈયારીમાં હતા હત્યારાઓ થયો ખુલાસો ,નંબર પ્લેટથી શંકાઓ તેજ…

ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન હુમલાખોરોને લઈને કેટલાય નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તપાસ કરનારી ટીમને જાણવા મળ્યું છે કે, જે હુમલાખોરોએ ઉદયપુરમાં ટેલરની હત્યા કરી હતી, તે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓના ઈશારા પર કામ કરતા હતા. તપાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે, હત્યારા ગૌસ મહોમ્મદ વર્ષ 2014માં પાકિસ્તાનમાં દાવતે ઈસ્લામિકના જલસામાં સામેલ થયો હતો અને ટેલરની હત્યા કરનારા બંને આરોપી નૂપુર શર્માના નિવેદન બાદ કંઈક મોટુ કરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા હતા.

કહેવાય છે કે, ઉદયપુર હત્યાકાંડનો આરોપી ગૌસ મહોમ્મદ ચિટ ફંડ દ્વારા પૈસા જમા કરાવતો હતો અને તપાસ એજન્સીઓએ આ વાતની જાણકારી એકઠી કરી છે કે ક્યા ક્યા લોકોએ ગૌસના પૈસા એકઠા કર્યા છે.

રાજસ્થાન પોલીસ દ્વારા કનૈયાલાલની હત્યાના આરોપી ગોસ મહોમ્મદ અને રિયાઝ અખ્તરીને લઈને એક સનસનીખેજ ખુલાસો કર્યો છે અને હત્યારામાંથી એક રિયાઝે પોતાની બાઈક માટે 2611 નંબર પ્લેટ લેવા માટે વધારાના રૂપિયા આપ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.