પેટ્રોલ અને ડીઝલનાં ભાવવધારાથી દાઝેલી જનતા પર વધુ એક મોંધવારીનો માર પડયો છે. હવે ગુજરાતની જનતાને ગેસના ભાવમાં વધારનો નવો ડામ આપવામાં આવ્યો છે.
ગુજરાત ગેસ દ્નારા તારીખ ૨૪ઓગસ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો ૨ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે અદાણી ગેસ દ્નારા ગત ૦૮મી જુલાઇએ CNGમાં ૬૮ પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
ગુજરાત ગેસ કંપનીએ PNG માં કોઈ ભાવ વધારો નથી કરેલ. આ સાથે ગુજરાત ગેસએ CNGનાં ભાવમાં પ્રતિ કિલોએ ૦૨ રૂપિયાનો વધારો કરેલ છે. જે અગાઉ ૫૨.૫૪ હતો તે હવે ૫૪.૪૫ રૂપિયા થઇ ગયો છે.
રોજ સવારે પડે ને કોઈને કોઈ વસ્તુના ભાવ વધારાનો બોજો પડતાં જ જનતાને જોરદારનો ઝટકો લાગે છે .
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.