ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉન રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. તેમના પર ઠગાઈના ગુનામાં રૂપિયા 75 લાખનો તોડ કર્યાના ધડાકા બાદ તપાસ એડીશનલ ડીજીને સોપવામાં આવી છે. અને હવે રાજ્યના વધુ એક IPS એમ એસ ભાભોર સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યાં છે.
હકીકતમાં સુરતના અડાજણ વિસ્તારના બિલ્ડર ઉદય છાસિયાએ શહેરના તત્કાલીક ડીસીપી એમ એસ ભાભોર વિરુદ્ધ ગૃહમંત્રીને ફરિયાદ કરી છે અને સુરતમાં ડીસીપી રહેવા દરમિયાન ભાભોર સહિતના પોલીસ કર્મચારીઓએ બિલ્ડર પાસેથી રૂપિયા 5.56 કરોડ પડાવવા માટે કાવતરૂ ઘડ્યું હતું.
બિલ્ડર ઉદય છાસિયાએ તત્કાલીન DCP પર ખોટા કેસ કરીને પોતાને જેલમાં ધકેલી દીધાનો આક્ષેપ કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે અને હાલ આ પોલીસ અધિકારી વડોદરા ખાતે ફરજ બજાવી રહ્યાં છે.
બિલ્ડરે ગૃહમંત્રીને કરેલી ફરિયાદ મુજબ, 2016માં તેઓની સાઈટ ચાલતી હતી અને આ દરમિયાન અડાજણ પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના માણસો આવીને મને DCP ભાભોર પાસે લઈ ગયા હતા. જ્યાં મારી પાસેથી રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ સાથે જ ધમકીના સ્વરમાં જણાવ્યું હતું કે, અમારા કહ્યા પ્રમાણે રૂપિયા નહીં આપો, તો તમારો ધંધો બંધ થઈ જશે. આટલું જ નહીં, ડી-સ્ટાફના માણસો અવારનવાર સાઈટ પર ઉઘરાણી માટે આવતા અને તારી સામે ફરિયાદ આવી હોવાનું કહીને ખોટા કેસમાં મને ફસાવીને પકડી જતાં હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.