RBIની નવી પોલિસી પછી અત્યારે આ 10 બેંકો આપી રહી છે સૌથી સસ્તી હોમ લોન.

પોતાનું ઘર બનાવવાનું દરેક લોકોનુ સપનું હોય છે. જો તમે પોતાનું ઘર ખરીદવા જઈ રહ્યા છો અને તમને હોમ લોનની જરૂર છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી નીવડી શકે છે. આરબીઆઈની મોનેટરી પોલિસી મીટિંગ પછી ઘણી બેંકોએ તેમની હોમ લોન પર વસૂલવામાં આવતા વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. જેનો લાભ ઘર ખરીદનારા લોકોને મળશે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એવી 10 બેંકો વિશે અહીંયા માહિતી આપવા જઈ રહ્યા છીએ જે તેમના ગ્રાહકોને સૌથી સસ્તી હોમ લોન આપે છે.

 

જણાવીએ કે હોમ લોન એક પ્રકારની ક્રેડિટ છે. જેમાં ઘરની કુલ કિંમતને EMI એટલે કે સરળ રીતે હપ્તામાં વહેંચવામાં આવે છે. આ EMI નોર્મલી 20 વર્ષ માટે હોય છે. 20 વર્ષ સુધીના હપ્તામાં ઘરની કિંમત ચૂકવવાથી, ખરીદદારો માટે ઘર ખરીદવું સરળ બની રહે છે.

નીચેની બેંકો સસ્તી હોમલોન માટે ઉપલબ્ધ છે.ઇ

ઈન્ડિયન બેંક – 8.45 ટકાથી 9.1 ટકાH

HDFC બેંક – 8.45 ટકાથી 9.85 ટકા

ઇન્ડસઇન્ડ બેંક – 8.5% થી 9.75%

પંજાબ નેશનલ બેંક – 8.6 ટકાથી 9.45 ટકા

બેંક ઓફ મહારાષ્ટ્ર – 8.6 ટકાથી 10.3 ટકા

બેંક ઓફ બરોડા – 8.6 ટકાથી 10.5 ટકા

બેંક ઓફ ઈન્ડિયા – 8.65 ટકાથી 10.6 ટકા

કર્ણાટક બેંક – 8.75 ટકાથી 10.43 ટકા

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા – 8.75 ટકાથી 10.5 ટકા

કોટક મહિન્દ્રા બેંક – 8.85 ટકાથી 9.35

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.