વલસાડ (VALSAD) જિલ્લાના બગવાડા (BAGWADA) નજીકથી રોકડ રકમ એકઠી કરી અને બેંકમાં (BANK) જમા કરાવવાની જવાબદારી ધરાવતી એક ખાનગી એજન્સીના (PRIVATE AGENCY) કર્મચારી પાસેથી રૃપિયા ૨૮ લાખથી વધુની લૂંટ ની દાખલ થયેલી ફરિયાદ નો વલસાડ પોલીસે (VALSAD POLICE) ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢયો છે.આ મામલે પોલીસને ફરિયાદ (COMPLAINT) કરનાર તેમજ બે સાગરિતોની ધરપકડ (ARREST) કરી સળિયા પાછળ ધકેલી દીધાં છે.
વલસાડ જિલ્લાના બગવાડા સારણ રોડ પર એક બાઇક ચાલક સ્લીપ થઇ જતાં તે રોડ પર પટકાયો હતો. આ સમયે હેલ્મેટ પહેરેલાં બે લૂંટારુઓ.તેની પાસે રહેલી રૂપિયા ૨૮ લાખથી વધુની રકમની લૂંટ કરી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયાં હોવાની ફરિયાદ વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
https://www.youtube.com/watch?v=ESduuLIfj04
ફરિયાદી દર્શન રાજેશ માયાવંશી સિસ્કો નામની એક ખાનગી એજન્સીમાં કામ કરતો હતો. આ એજન્સી વલસાડ જિલ્લાના રેલ્વે સ્ટેશનો અને અન્ય ગ્રાહકો પાસેથી મોટી રકમ એકઠી કરી અને ત્યારબાદ તે બેંકમાં જમા કરાવવાની ફરજ બજાવતો હતો.
ગુનાનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા એસ.ઓ.જી અને એલ.સી.બી પોલીસ સાથે પારડી પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. જો કે ફરિયાદ દાખલ થતાં જ ફરિયાદીના વર્તન પરથી પોલીસને ફરિયાદી પર શંકા ગઈ હતી. જેથી આગવી ઢબે પૂછપરછ કરતાં ખૂદ ફરિયાદી દર્શન માહ્રયાવંશી અને દહેરીનાં ગોવાડા ગામનાં ફરિયાદીના અન્ય સાગરિતો નૈતિક અને મનીષ માહ્રયાવંશી એમ ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.