ટુકા વિરામ બાદ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી, 29-30 ઓગસ્ટે આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ

રાજ્યમાં બે દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદર ઇનિંગ જોવા મળી શકે છે. 29 અને 30 ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આગામી 31 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે.

વેલ માર્ક લો પ્રેશર અને સાકલોનીક સર્ક્યુલેશન ફરી અસર થવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આવતીકાલ એટલે કે 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 30 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે 31 તારીખથી રાજયમાં વરસાદનું જોર ઘટશે.

બીજી બાજુ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી 130.04 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમના 10 ગેટ ખોલી 30 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઓમકારેશ્વર ડેમમાં રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું અને આ પાણી નર્મદા ડેમમાં પહોંચી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.