કુંદ્નાની અટકાયત બાદ આજે ક્રાઇમ બ્રાંચ ધરે પહોંચી, પોલીસે કહ્યું – કે…..

પોનૅ રેકેટમાં અભિનેત્રી અને શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુંદ્નાની મુશ્કેલી દિવસેને દિવસે વધતી હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે દરરોજ આ કેસમાં નવાને નવા વળાંક અને ખુલાસા થતાં જાય છે. આજે તો રાજ કુંદ્નાના ધરે ક્રાઈમ બ્રાંચની ટીમ ધરે પહોંચી હતી.

પોનોઁગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવેલ રાજ કુંદ્નાને લઈને હવે આ કનેકશન ઈન્ટરનેશનલ હોય તેવું સામે આવી રહ્યું છે. મુંબઈ પોલીસે દાવો કર્યો છે કે વોટ્સએપ નાં ચેટનાં આધારે ખબર પડી કે કુંદ્ના દ્નારા ૧૨૧ વિડીયો ૧૨ લાખ અમેરિકી ડૉલરમાં વહેંચવાની વાત કરી રહયો હતો. પોલીસે હવે લાગી રહ્યું છે કે આ મામલો ઈન્ટરનેશનલ સ્તરનો મામલો છે.

https://www.youtube.com/watch?v=jJOYo3dwYTE

મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે રાજ કુંદ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો અને 19 જૂલાઇના રોજ તેમની પૂછપરછ બાદ ધરપકડ કરાઇ હતી

પોલીસે કહ્યું કે, આ મામલામાં હજુ સુધી તપાસ કરવાની જરૂર છે અને પુરાવા એકઠા કરવા જરૂરી છે જેના માટે તેઓને સમય જોઇએ છે. પોલીસનું કહેવું હતું કે રાજ કુંદ્રાએ ઓનલાઇન સટ્ટેબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. જેની તપાસ કરવાની હજુ બાકી છે. પોલીસે કહ્યું કે કુંદ્રાએ ધરપકડ થયા બાદ 21 જૂલાઇના રોજ કેટલાક જરૂરી ડેટા ડિલીટ કર્યો છે. આ ડેટાને રિકવર કરવામાં આવશે. તે સિવાય જ્યારે કુંદ્રાને નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે તેણે ગૂગલ અને એપલ સ્ટોરમાંથી હોટસ્ટાર જેવી એપ્સ હટાવી દીધી હતી.

https://www.youtube.com/watch?v=p9VU9PL0LE8

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.