UPમા બુલડોઝર બાદ હવે ડાયનામાઈટની એન્ટ્રી, સ્ફોટકથી ઉડાવી દેવાશે ભુમાફિયાના ઘર..

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધી ગુનેગારોના ઘરને પાડી નાંખવા માટે બુલડોઝરનો ઉપયોગ થતો હતો. પણ હવે ઉત્તર પ્રદેશમાં ગુનેગારોના ઘરને પાડી નાંખવા માટે ડાઈનામાઈટનો ઉપયોગ થશે. ડાઈનામાઈટની મદદથી ભૂમાફિયાઓના ઘરને પાડી દેવામાં આવશે. આ માટે ચોક્કસ પ્રકારના નિષ્ણાતોની એક ટીમ બોલાવવામાં આવી છે. અને ઉત્તર પ્રદેશના લખનૌમાં ડાઈનામાઈટનો પ્રયોગ ઊંચી અને મોટી ઈમારતોને પાડવા માટે થશે.

કારણ કે મોટી ઈમારતોને પાડવામાં બુલડોઝર દબાઈ જતા તથા મુશ્કેલી પડતા સમય વેડફાઈ જતો હતો. લખનૌમાં લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીએ મોટી ઈમારતોને પાડવા માટે ડાઈનામાઈટનો ઉપયોગ કરવા માટે એક ચોક્કસ યોજના બનાવી છે. આ માટે ખાસ ભોપાલમાંથી ટીમ બોલાવવામાં આવી છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીના વી.સી. અક્ષય ત્રિપાઠીના જણાવ્યા અનુસાર જે ઈમારત નાની છે એને બુલડોઝરની મદદથી ઉડાવી દેવાશે જેમાં સરળતા રહેશે. પણ મોટી ઈમારતોને પાડવામાં ખૂબ સમય વેડફાય છે. એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી આવી ઈમારતને પાડવા માટે ડાઈનામાઈટનો ઉપયોગ થશે.અનેબઆ માટે અમે એક ટેક્નિકલ સ્ટાફ પણ બોલાવી લીધો છે. આવી ઈમારતને પાડવામાં ટીમનો ઉપયોગ થશે. સમય પણ બચી જશે.

તાજેતરમાં મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના આદેશ પર જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને નગર નિગમની ટીમની હાજરીમાં મોટી કાર્યવાહી થઈ હતી. આરોપી વિજય પટેલના ઘરને ઘ્વંસ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પિતા ઈન્દ્રલાલ પટેલના મકાનનો કેટલોક ભાગ પણ પાડી નાંખવામાં આવ્યો હતો. પછી મકાનના બાકીના ભાગને ડાઈનામાઈટથી ઉડાવી દેવાયો હતો. મધ્ય પ્રદેશના રીવામાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે, બહેન દીકરીઓ સાથે કોઈએ ખોટો વ્યવહાર કર્યો તો કોઈ કિંમતે એવા આરોપીને છોડવામાં નહીં આવે. આકરી કાર્યવાહી કરીને પગલાં લેવામાં આવશે.તેમજ ક્લેકટર, SP, IG, PI આ બુલડોઝર ક્યાં કામ આવશે. આનો ઉપયોગ જમીનદોસ્ત કરવા માટે કરો. ખાસ કરીને એવા આરોપી સામે જેઓ બહેન દીકરીઓને ખરાબ નજરે જુવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.