પોલીસ કમિશનરની હકુમત હેઠળ આવતા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર થઈ શકે નહીં
News Detail
ભારતના ચૂંટણીપંચ દ્વારા વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે અન્વયે ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022એ તા.૦૧/૧૨/૨૦૨૨ તથા તા.૦૫/૧૨/૨૦૨૨ એમ બે તબક્કામાં મતદાન યોજનાર છે
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા આપેલ સૂચના મુજબ રાજકીય પ્રચારનો સમયગાળો પૂરો થયા પછી મતદાર વિભાગમાં રાજકીય પદાધિકારીઓની હાજરી ઉપર પ્રતિબંધ અંગેની જોગવાઈ કરી અને સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. જે અન્વયે હું સંજય શ્રીવાસ્તવ પોલીસ કમિશનર અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ થી મને મળેલ અધિકારની રુએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળ આવતા વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ મતદાર વિભાગમાં ચૂંટણી પ્રચાર થઈ શકે નહીં તે હકીકતને ધ્યાનમાં લેતા રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરે કે જેઓને મતદાર વિભાગની બહારથી લાવવામાં આવ્યા હોય અને તેઓ તે મતદાર વિભાગના મતદારો ન હોય તેઓને ચૂંટણી પ્રચારનો સમય પૂર્ણ થયા બાદ મતદાર વિભાગમાં હાજર રહેવા પર પ્રતિબંધ ફરમાવું છું. ચૂંટણીના પ્રચાર માટે આવેલ રાજકીય પદાધિકારીઓ/પક્ષનાકાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરેને મતદાન પૂરું થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામ ગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.
આ હુકમનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. તેમ જ ઉપર જણાવ્યા મુજબ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૬ની જોગવાઈઓનું રાજકીય પદાધિકારીઓ/પક્ષના કાર્યકરો/સરઘસ કાઢનારાઓ/ચૂંટણી પ્રચારકો વિગેરેએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જોગવાઈનો ભંગ કરનાર સામે ઉક્ત જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ જાહેરનામાનો અમલ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી એટલે કે તારીખ ૧૦/૧૨/૨૦૨૨ સુધી અમલમાં રહેશે
આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ ૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.