કોંગ્રેસની હાર બાદ લોકોએ સોશિયલમીડિયામાં મિમ્સ બનાવ્યા ઈલેક્શન અને કોંગ્રેસ બંને શાંતિપૂર્ણ રીતે પતી ગયા

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા છે. અને સવારથી મત ગણતરી શરૂ થઈ ત્યારથી જ લોકોમાં કોણ જીતશે અને કોણ હારશે તે જાણવામાં લોકોને ઉત્સુકતા હતી. બીજી તરફ સોશિયલ મીડિયામાં જેમ જેમ પરિણામો જાહેર થતાં ગયા તેમ તેમ સોશિયલ મીડિયામાં લોકોએ હાસ્યાસ્પદ મિમ્સનો મારો ચલાવ્યો હતો, જેમાં સૌથી વધુ કોંગ્રેસના રાહુલ ગાંધી અને પંજાબના નવજોતસિંઘ સિદ્ધુને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તો જાણો કેવા કેવી મિમ્સ લોકોએ બનાવ્યા હતા.

ગુરુવારે દિવસ દરમિયાન મતગણના વચ્ચે જ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ મુક્ત ભારત ટ્રેન્ડ થઈ રહ્યું હતું.અને ટ્વિટર પર એક યૂઝરે લખ્યું છે કે પાંચ રાજ્યોમાં કોંગ્રેસનો સફાયો થયો છે અને તેની સાથે દેશ કોંગ્રેસ મુક્ત ભારતના માર્ગ પર છે.

યુપીમાં શરૂઆતથી જ ભાજપ આગળ હોવાના સમાચાર મળતા સોશિયલ મીડિયા પર બુલડોઝર ઈઝ બેક ટ્રેન્ડ થવા લાગ્યું.અને બુલડોઝર સાથે તેમની તસવીરો સતત વાઇરલ થઈ રહી હતી.

નવજોતસિંહ સિદ્ધુ પણ આપ સામે હાર્યા છે. આ સાથે જ રિયાલિટી શોમાં જજ તરીકે બિરાજમાન અર્ચનાની ખુરશી ભયમાં મુકાઈ છે. અને સિદ્ધુ ભલે હાર્યા પણ ટેન્શનમાં અર્ચના આવી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.