ઈફકોનાં ચેરમેનનાં નિધન બાદ , આ દિગ્ગજ નેતાને બનાવાયા ચેરમેન..

ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડના(IFFCO) ચેરમેન(CHAIRMAN) તરીકેની જવાબદારી ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીની(DILIP SANGHANI) સોંપવામાં આવી છે.મહત્વનું છે કે ઈફકોનાં ચેરમેન બી.એસ.લકાઈ( B.S.LAKAI) નું મૃત્યુ(DEATH) થતાં કલમ ૪૪ની જોગવાઈ પ્રમાણે વાઈસ ચેરમેનને આ જવાબદારી સોંપવામાં આવી છે.

મહત્વનું છે કે , દિલીપ સંઘાણી ઈફકોનાં વાઈસ ચેરમેન હતાં. ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી ખેડૂતો માટે સતત કામ કરતા આવ્યા છે. તેઓ ઇફકોના ઘણા સમયથી વાઇસ ચેરમેન અને ભુમીકા ભજવી રહ્યા છે.દિલીપ સંધાણીએ જણાવ્યું હતું કે , ચેરમેન બીએસ લકાઈના નિધન બાદ કલમ ૪૪ની જોગવાઈ મુજબ વાઈસ ચેરમેનને જવાબદારી સોંપવામાં આવે છે.

https://www.youtube.com/watch?v=d7o4-omQJNw

મને ચેરમેન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે , અમિત શાહ ની હાજરીમાં ઈફકોના ચેરમેન તરીકે બી.એસ.લકાઈએ દીપ પ્રાગટ્ય કર્યુ હતું. આજે તેમનો દીપ બુઝાઈ ગયો છે.એટલે કે ઈફકો બાયોલોજીની કલમ ૪૪ની જોગવાઈ મુજબ ચેરમેનની જવાબદારી વાઈસ ચેરમેનને સોંપવામાં આવી છે , એટલે મને આ જવાબદારી મળી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.