જામનગરનાં (JAMNAGAR) કાલાવાડ (KALAWAD) નાકા બહાર વસવાટ કરતાં દયાળજીભાઈ રાઠોડ (DAYALJIBHAI RATHOD) બે દિવસ પૂર્વે ગુમ થયા બાદ તેનાં પરિવારજનોએ (FAMILY MEMBERS) પોતાનાં પરિવારનાં સભ્ય ગુમ થવા બાબતે પોલીસ મથકમાં (POLICE STATION) જાણ કરી હતી. આવી જ રીતે મજૂરી કામ કરતાં અન્ય એક વૃદ્ધ કેશુભાઈ મકવાણા (KESHUBHAI MAKWANA) જે શાક માર્કેટ નજીક વસવાટ કરે તે પણ પરિવારના સભ્યોને ના મળતાં પરિવારજનો તેની શોધખોળ (EXPLORE) કરી રહ્યાં હતાં.
દરમિયાન થયું એવું કે દયાળજીભાઈ રાઠોડ કે જે ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી તેમનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો. જે મૃતદેહનો પોલીસ કબજો સંભાળ્યો અને હોસ્પિટલ ખાતે લઇ ગઇ હતી. ત્યાર બાદ કેશુભાઈ મકવાણાનાં પરિવારજનોએ દયાળજીભાઈ રાઠોડનાં અંતિમ સંસ્કાર કરી નાખ્યાં.
પરંતુ ધટનામાં હતું એવું કે ખરેખર જેને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુભાઈ મકવાણા જીવીત હતાં. દયાળજી રાઠોડનાં અંતિમ સંસ્કાર બાદ પોતાનાં ધરે બીજા દિવસે પહોંચતાં પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો.
કે આમના તો ગઈ કાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ ? તેવો સવાલ પરિવારજનોને થતાં પરિવાર ખ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઈ જનારી નીકળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.