ગયા મહિને રીલિઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની શાનદાર સફળતા પછી નિર્માતા-નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રીએ હવે કાશ્મીર ફાઈલ્સની ટીમની સાથે અન્ય બે ફિલ્મો કરવાની જાહેરાત કરી છે.અને તેને આ ફિલ્મોની જાહેરાત ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના પ્રોડયૂસર અભિષેક અગ્રવાલના બર્થ ડેના ખાસ અવસરે કરી હતી.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને નિર્દેશકે જણાવ્યું કે, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ટીમ એક વાર ફરી સાથે કામ કરશે.અને તે એક નહીં, પણ બે પ્રોજેક્ટ્સ માટે સાથે કામ કરશે. જો કે, વીડિયોમાં પ્રોજેક્ટના ટાઈટલને લઈને કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, પણ આ બંને ફિલ્મો ભારતની સત્ય ઘટનાઓ પર આધારિત રહેશે.
ટ્રેડ એનાલીસ્ટ તરણ આદર્શે પણ ટ્વીટર જણાવાયું કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની ટીમ અન્ય બે ફિલ્મો માટે ફરી સાથે કામ કરશે… #TheKashmirFiles ની બ્લોકબ્લસ્ટર સફળતા પછી, નિર્માતા અભિષેક અગ્રવાલ, વિવેક રંજન અગ્નિહોત્રી અને પલ્લવી જોશી ભારતીય ઈતિહાસથી સંબંધિત ફિલ્મોને બનાવવા માટે એક વાર ફરી સાથે કામ કરશે…’
વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ 80ના દશકના અંત અને 90ના શરૂઆતના વર્ષોમાં કાશ્મીરની અંદર થયેલા કાશ્મીરી પંડિતોના નરસંહાર અને એક સમુદાય દ્વારા કરવામાં આવેલા અત્યાચારોને દર્શાવે છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારોઓ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.અને આ ફિલ્મ 11 માર્ચ, 2022એ થિયેટરોમાં રીલિઝ થઇ હતી. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ અત્યાર સુધી રેકોર્ડ બ્રેક કમાણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.