મહાનગર સુરતમાં જાહેરમાં ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની હત્યા કેસના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે અને આ ઘટનાથી આખા ગુજરાતમાં ઊંડા પડઘા પડ્યા છે. આ ઘટનાની અસર રાજ્યન દરેક મહાનગરમાં પડી છે. આ બનાવના પગલે અમદાવાદ પોલીસે કૉલેજ અને શાળાની આસપાસના વિસ્તારમાં ટીમ મૂકી દીધી છે. અમદાવાદ પોલીસની ટીમ સતર્ક બની છે. સુરત જેવી ઘટના બીજે ક્યાંય બનતી અટકાવવા માટે અમદાવાદ શહેરની સરખેજ પોલીસ તરફથી એક ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
સરખેજ પોલીસ તરફથી સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવાના પ્રયાસ રૂપે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે અને જેમાં ખાસ કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારો પર ખાસ વૉચ રાખવામાં આવી છે. પોલીસે આ માટે એક ટીમ તૈયાર કરીને મેદાને ઊતારી દીધી છે. મહિલાની છેડતી કિસ્સાનો રોકવા માટે અને સુરત જેવી ઘટના બીજે ક્યાંય ન થાય એ માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. કૉલેજ અને સ્કૂલ પાસે ઊભા રહેતા અસામાજિક તત્ત્વોને પકડવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. આ માર્ચ દરમિયાન પોલીસે લોકોને અપીલ કરી હતી કે, એવી કોઈ ઘટના બને તો પોલીસનો વિના સંકોચે સંપર્ક કરવામાં આવે.
જેથી આવી ઘટનાઓને બનતી રોકી શકાય. અમદાવાદ શહેરમાં હાલમાં સ્થિતિ કાબુમાં છે. તેમ છતાં પોલીસે પબ્લિકમાં વિશ્વાસ સ્થાપિત કરવા માટે લોકોને આવી કોઈ ઘટના બને તો કોઈ ડર વગર પોલીસ સંપર્ક કરવા માટેની અપીલ કરી છે. આ ફૂટ પેટ્રોલિંગમાં અનેક પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ટીમ તથા અન્ય સ્ટાફ પણ જોડાયો હતો. જોકે, ન માત્ર અમદાવાદમાં પણ રાજકોટ સિટીમાં પણ પોલીસે શાળા કૉલેજની આસપાસ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને સ્કૂલ કે કૉલેજ શરૂ થવાના સમયે અને વિદ્યાર્થિનીઓના છૂટવાના સમયે ખાસ નોંધ લેવામાં આવે છે
સુરતમાં બનેલી ઘટનાના પડધા આખા રાજ્યમાં પડ્યા છે ત્યારે ફેનિલના રીમાન્ડ મંજૂર થઈ ગયા છે. પોલીસ પૂછપરછમાં વધુ વિગત સામે આવી શકે એવી પૂરી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. પણ આ માહોલ વચ્ચે ગ્રીષ્માના પિતાની વ્યથા સામે આવી છે. આ કેસમાં ઝડપથી દીકરીના પરિવારને ન્યાય મળે એવી ખાતરી રાજ્યના ગુહપ્રધાન હર્ષ સંઘવીએ આપી છે.અને મંત્રીએ એમના પરિવારજનોની રૂબરૂ મુલાકાત લીઈને કાયદાકીય અને કડક પગલાં લેવા માટે વાત કહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.