અમેરિકાના એક શખ્સની હરકતથી મિયામી એરપોર્ટ પર તેના અધિકારીઓના હોશ ઉડી ગયા. ફ્લાઈટમાં સવાર આ શખ્સની તબિયત ખરાબ હોવાને કારણે વિમાન ની વિંગ્સ પર બેસી ગયો. બાદમાં તેને નીચે ઉતારવામાં આવ્યો હતો. અધિકારીઓને એની જાણકારી મળી તો તેઓ ગભરાઈ ગયા. અને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આ શખ્સને નીચે ઉતારવા અપીલ કરવામાં લાગ્યા.
વિમાનના માયામી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા બાદ આ ઘટના ઘટી. વિમાનનું ઈમરજન્સી દરવાજો ખોલી ને તેની વિંગ પર બેસી ગયો. અધિકારીઓએ જણાવ્યું કે ફ્લાઇટ ૯૨૦ કોલંબિયાના કાલથી બુધવારે રાત્રે માયામી પહોંચી હતી. જે બાદ આ ઘટના ધટી.
રિપોર્ટ્સ અનુસાર પ્લેન બસ લેન્ડ જ થયું હતું. અને ગેટ પર પોઝિશન લઈ રહ્યું હતું. ત્યારે એક મુસાફર ઇમર્જન્સી ડોર ખોલી ને એરપ્લેન વિંગ પર ચડી ગયું. અમેરિકન એરલાઇન્સ એ એક નિવેદનમાં કહ્યું કે ૯આરોપી મુસાફરની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. અમે અમારી ટીમના સભ્યો અને કાયદાનો અમલ કરનારાને તેમની પેશાવર અને ત્વરિત કાર્યવાહી માટે આભાર માન્યો છે.
https://www.youtube.com/watch?v=1SWJSHwny6I
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.